Collagen for Skin: વધતી ઉંમરના લક્ષણોમાં ઢીલી પડતી ત્વચા મુખ્ય લક્ષણ છે. પરંતુ ઘણી વખત ત્વચામાં કોલેજનની ખામી હોય તો પણ ઉંમર કરતાં વહેલા જ સ્કીન ઢીલી પડવા લાગે છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે જે સ્કીન ટીસ્યૂને જોડે છે અને સ્કીનને ટાઈટ રાખે છે તેના કારણે ત્વચા પર કરચલીઓ પડતી નથી. પરંતુ જો શરીરમાં આ પ્રોટીનની ઉણપ હોય તો તેના કારણે ત્વચા ઝડપથી ઢીલી પડવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલેજનની ખામીના કારણો


આ પણ વાંચો: Woman Body: દરેક યુવતીને તેના શરીરની આ 5 વાતો ખબર હોવી જ જોઈએ...


વધતી ઉંમર સિવાય ત્રણ મુખ્ય કારણને લીધે પણ સ્કીનમાં કોલેજનનું લેવલ ઘટી જાય છે. પહેલું કારણ છે સૂર્યનો તડકો, આ સિવાય ધૂમ્રપાન અને વધારે પડતી મીઠી વસ્તુઓ ખાવાથી પણ કોલેજન ઘટવા લાગે છે. ત્વચામાં કોલેજન લેવલને તમે કેટલાક ફૂડની મદદથી પણ વધારી શકો છો. 


ખાટા ફળ


રિસર્ચ અનુસાર વિટામિન સી કોલેજનના પ્રોડક્શનને સપોર્ટ કરે છે. લો કોલેજન લેવલને બુસ્ટ કરવા માટે ખાટા ફળનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. જો તમે રોજ પોતાની ડાયેટમાં સંતરા, દ્રાક્ષ અને લીંબુનો સમાવેશ કરશો તો ત્વચામાં કુદરતી રીતે કોલેજીયન વધશે. 


આ પણ વાંચો: ત્વચા પર જોતો હોય કૈટરીનાની સ્કીન જેવો નિખાર તો આજથી જ ફોલો કરો આ સ્કીન કેર રુટીન


બેરીઝ


બેરીઝ પણ કોલેજનને વધારે છે. સ્ટ્રોબેરીમાં વધારે વિટામિન સી હોય છે આ સાથે જ તમે રાસબેરી, બ્લુબેરી અને બ્લેકબેરી પણ ખાઈ શકો છો. 


લીલા પાનવાળા શાકભાજી


પાલક જેવા લીલા પાનવાળા શાકભાજી પણ એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે તેને ખાવાથી ત્વચામાં કોલેજન લેવલ પણ વધે છે.


આ પણ વાંચો: Yellow Teeth: માત્ર 5 રુપિયાના ખર્ચે પીળા દાંત થઈ જશે મોતી જેવા સફેદ, અજમાવો એકવાર


લસણ


લસણમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે તે ત્વચામાંથી કોલેજનના અવશોષણને રોકવામાં મદદ કરે છે. તમે લસણ કેટલી માત્રામાં ખાવ છો તે વાતનું ખાસ ધ્યાન રાખવું. 


ઈંડા


ઈંડાનો સફેદ ભાગ કોલેજનના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે સ્કીનને ટાઈટ કરવા માંગો છો તો નિયમિત રીતે ઈંડાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.


આ પણ વાંચો: Itchy Scalp: ગરમીમાં વધી જતી માથાની ખંજવાળની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)