Skin Care Routine: ત્વચા પર જોતો હોય કૈટરીનાની સ્કીન જેવો નિખાર તો આજથી જ ફોલો કરો આ સ્કીન કેર રુટીન

Skin Care Routine: આજે તમને બોલીવુડ ક્વિન કૈટરીના કેફનું સ્કીન કેર રૂટિન જણાવીએ. આ સ્કીન કેર રૂટીન ફોલો કરીને તમે પણ સુંદર ત્વચા મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ સુંદર દેખાવા માટે કૈટરીના કેફ કયું રૂટીન ફોલો કરે છે.

Skin Care Routine: ત્વચા પર જોતો હોય કૈટરીનાની સ્કીન જેવો નિખાર તો આજથી જ ફોલો કરો આ સ્કીન કેર રુટીન

Skin Care Routine: દરેક યુવતી ઈચ્છા છે કે તેની ત્વચા ચમકદાર અને સુંદર રહે. પરંતુ ઉનાળા દરમિયાન આ કામ મુશ્કેલ લાગે છે. જો કે તમે આ વર્ષે ઉનાળામાં પણ ગ્લોઇંગ સ્કીનની ઈચ્છા પૂરી કરી શકો છો. તેના માટે આજે ખાસ સ્કીન કેર રૂટીન વિશે જણાવી દઈએ. 

તમે જોયું હશે કે બોલીવુડ અભિનેત્રીઓની સ્કીન હંમેશા ચમકતી અને સુંદર દેખાતી હોય છે. તેનું કારણ હોય છે કે તેઓ ત્વચાની સંભાળ માટે ખાસ તકેદારી રાખે છે. આજે તમને બોલીવુડ ક્વિન કૈટરીના કેફનું સ્કીન કેર રૂટિન જણાવીએ. આ સ્કીન કેર રૂટીન ફોલો કરીને તમે પણ સુંદર ત્વચા મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ સુંદર દેખાવા માટે કૈટરીના કેફ કયું રૂટીન ફોલો કરે છે.

સ્કીન કેર રુટીન

હુંફાળું પાણી

કેટરીના કેસે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તે સવારે સૌથી પહેલા બે ગ્લાસ હૂંફાળું પાણી પીવે છે. સવારે હુંફાળું પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે. દરેક વ્યક્તિ માટે હૂંફાળું પાણી પીને દિવસની શરૂઆત કરવી ફાયદાકારક હોય છે.

જવનું પાણી

હુફાળું પાણી પીધા પછી કૈટરીના કેફ એક ગ્લાસ જવનું પાણી પીવે છે. જવનું પાણી પણ સ્કીન માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી સ્કિન પર ચમક આવે છે અને ડાઘ, ધબ્બા દૂર થાય છે. જવનું પાણી પણ કોઈપણ વ્યક્તિ રોજ પી શકે છે.

ફેસ મસાજ

ત્યાર પછી તે ચહેરા પર મસાજ કરે છે. મોટાભાગના લોકો સ્કીન કેરમાં આ વાતનું ધ્યાન રાખતા નથી. મસાજ કરવી ખૂબ જ જરૂરી છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને સ્કીન પર ગ્લો આવે છે. મસાજ કરવા માટે ફેશિયલ ઓઇલનો ઉપયોગ કરી શકાય છે. 

બરફ લગાડવો

કૈટરીના કેફ સવારના સમયે ચહેરા પર આઈસીંગ કરવાનું પણ પસંદ કરે છે. ચેહરા પર બરફ વડે મસાજ કરવાથી ફ્રેશ ફિલ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. મેકઅપ કરતા પહેલા ચહેરા પર બરફ લગાડવાથી ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news