Skin Care: ચેહરા પર જો બ્લેકહેડ્સ દેખાતા હોય તો તે ચેહરાની સુંદરતાને ઝાંખી કરી નાખે છે. ધીરે ધીરે સ્કીન ઉપર ખીલ પણ વધવા લાગે છે. મોટાભાગે બ્લેકહેડ્સ દાઢી પર કે નાકની આજુબાજુ વધારે જોવા મળે છે. તેમાં પણ નાકની આસપાસ જે બ્લેક હેડ હોય તેને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે સ્કીન પર ડેડ સ્કીન વધે અને તેની નીચે ઓઇલ જમા થવા લાગે તો ત્વચા ઉપર કાળા દાણા દેખાવા લાગે છે. બ્લેકહેડ્સ જો વધારે પ્રમાણમાં થતા હોય તો તેને દૂર કરવા પાર્લર જવું પડે છે. પરંતુ કેટલાક ઘરેલુ નુસખા એવા પણ છે જેની મદદથી તમે ઘર બેઠા લેખિતથી છુટકારો મેળવી શકો છો.


આ રીતે દુર કરો બ્લેકહેડ્સ


આ પણ વાંચો:


તમે તો નથી ખાતાને મિલાવટી ગોળ ? આ રીતે ઘરે ચેક કરો ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત


Glowing Skin: બટેટા ચમકાવી શકે છે તમારી સ્કીન, પાર્લર જેવો નિખાર મળશે એકવારમાં


સ્થૂળતાના દુશ્મન છે આ લીલા પાન, આ પાનની પેસ્ટની એક ચમચી ઓગાળી દેશે જીદ્ધી ચરબી


બેકિંગ સોડા


બ્લેકહેડ્સ દૂર કરવા માટે તમે બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકો છો તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં બે ચમચી પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને હોય તે જગ્યા પર લગાવી દસ મિનિટ પછી મસાજ કરીને ચહેરો સાફ કરો.


હળદર


હળદર એન્ટિક ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે જે ત્વચાના બ્લેકહેડ્સને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે હળદરમાં નાળિયેર તેલ ઉમેરી આ મિશ્રણને 10 મિનિટ માટે ચહેરા પર લગાડો. ત્યાર પછી મસાજ કરતાં કરતાં ચહેરો સાફ કરો.


કેળાની છાલ


કેળાની છાલ પણ  બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરી શકે છે તેના માટે કેળાની છાલનો ટુકડો કરી  બ્લેકહેડ્સ હોય તે જગ્યા પર પાંચ મિનિટ સુધી મસાજ કરો.


ઈંડું


ઈંડું પણ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે ઈંડાનો સફેદ ભાગ લઈ તેમાં એક ચમચી મધ મિક્સ કરી આ મિશ્રણને બ્લેકહેડ્સ પર લગાડી 20 મિનિટ માટે સુકાવા દો ત્યાર પછી હુંફાળું ગરમ પાણી લઈ તેના વડે ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે વખત આ નુસખો અજમાવશો તો બ્લેકહેડ્સ દૂર થઈ જશે


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)