Home Remedies for Dandruff: દોડધામના કારણે લોકો વાળ પર ધ્યાન આપી શકતા નથી. નિયમિત વાળમાં તેલ નાખવું વાળ ધોવા વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વાળમાં ગંદકી જામી જાય છે અને વાળ ડ્રાય થઈ જાય છે. આ સમસ્યાના કારણે ડેન્ડ્રફ પણ થઈ જાય છે. ખોડો એવી જ રીતે સમસ્યા છે જે એકવાર થાય તો પછી જવાનું નામ નથી લેતો. જો તમને પણ ડેન્ડ્રફ હોય અને તમે તેને દૂર કરવા વારંવાર શેમ્પૂ બદલી બદલીને થાકી ગયા છો તો આજ પછી તમારે આવું નહીં કરવું પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Flax Seed : રેશમ જેવા મુલાયમ અને લાંબા વાળ જોઈતા હોય તો આ રીતે વાળમાં લગાડો અળસી


ડેન્ડ્રફ દૂર કરવાનો દાવો કરતા મોંઘા પ્રોડક્ટ પાછળ જો તમારે ખર્ચો કરવો ન હોય તો આજે તમને કેટલાક એવા ઘરેલુ નુસખા જણાવીએ જેમાં તમારે ખર્ચો પણ નહીં કરવો પડે અને તે ડેન્ડ્રફ દૂર કરવામાં અસરકારક સાબિત થશે. આ ઘરેલું નુસખા અજમાવવાથી વાળની ડ્રાયનેસ પણ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કે ડેન્ડ્રફને દૂર કરવા માટે કયા કયા ઘરેલુ નુસખા અજમાવી શકાય.


ડેન્ડ્રફને દુર કરવાના ઘરેલુ નુસખા


આ પણ વાંચો: એપ્રિલ મહિનાની રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન, મનાલી, ડેલહાઉસી ભુલાઈ જાશે


દહીં અને મેથી


દહીં અને મેથી એન્ટી ફંગલ ગુણ ધરાવે છે અને વાળમાં ડ્રાયનેસ વધારતા બેક્ટેરિયાનો નાશ કરે છે. મેથી વાળને પોષણ આપે છે. તેના માટે રાત્રે મેથીને પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવી દહીમાં ઉમેરી વાળના મૂળમાં લગાડો. એક કલાક પછી શેમ્પુ કરી લો. 


એલોવેરા


એલોવેરા પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં રહેલા તત્વ સ્કેલ્પને પોષણ આપે છે અને ડ્રાયનેસ દૂર કરે છે. એલોવેરા જેલને સ્કેલ્પમાં લગાડી 15 મિનિટ પછી હેર વોશ કરી લેવા. 


આ પણ વાંચો: ઘરે બનાવેલી બાયોટીન રીચ સ્મુધિ પીવાથી ખરતા વાળની સમસ્યા થઈ જશે દુર, ટ્રાય કરો તમે પણ


વિનેગર


વિનેગરમાં જે એસિડ હોય છે તે માથાની ત્વચાના પીએચ લેવલ બેલેન્સ કરે છે. તેનાથી ડ્રાયનેસ દૂર થાય છે અને ડેન્ડ્રફ પણ મટે છે. તેના માટે પાણી અને વિનેગરને સમાન માત્રામાં લઈને શેમ્પુ કર્યા પહેલા વાળમાં સારી રીતે લગાડી લેવું. 


નાળિયેર તેલ


નાળિયેર તેલથી સ્કેલ્પ સારી રીતે માલિશ કરવી જોઈએ. શેમ્પુ કરતા પહેલા નાળિયેર તેલથી માલિશ કરી લેવાથી ડ્રાઇનેસ દૂર થાય છે અને વાળ ડેન્ડ્રફ ફ્રી બને છે.


આ પણ વાંચો: Ayurvedic Remedies: આ આયુર્વેદિક ઉપાયો કરશો તો ચહેરા પરથી ગાયબ થશે ખીલ અને ખીલના ડાઘ


લીંબુ અને દહીં


દહીમાં એન્ટી ફંગલ ગુણ હોય છે અને લીંબુ પ્રાકૃતિક કન્ડિશનરનું કામ કરે છે. આ બંને વસ્તુ વાળને ચમકદાર પણ બનાવે છે. તેના માટે દહીંમાં લીંબુ ઉમેરી આ પેસ્ટને સ્કેલ્પ પર સારી રીતે લગાડો. 1 કલાક પછી હેર વોશ કરી લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)