Hair Growth Tips: ઘરે બનાવેલી આ બાયોટીન રીચ સ્મુધિ પીવાથી ખરતા વાળની સમસ્યા થઈ જશે દુર, ટ્રાય કરો તમે પણ

Hair Growth Tips: આજે તમને ખરતા વાળની સમસ્યાથી છુટકારો અપાવે તેવી એક સ્મુધિ વિશે જણાવીએ. હેર ગ્રોથ માટે હાલ બાયોટીન રીચ સ્મુધિ પીવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ સ્મુધિ મારફતે શરીરને જરૂરી પોષક તત્વો મળે છે જેના કારણે ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. આ સ્મુધિ ઘરે કેવી રીતે બનાવવી ચાલો તમને જણાવીએ. 

Hair Growth Tips: ઘરે બનાવેલી આ બાયોટીન રીચ સ્મુધિ પીવાથી ખરતા વાળની સમસ્યા થઈ જશે દુર, ટ્રાય કરો તમે પણ

Hair Growth Tips: ખરતા વાળની સમસ્યા મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ સતાવે છે. ઘણા પુરુષોને પણ નાની ઉંમરમાં જ માથામાં ટાલ પડવા લાગે છે. માથાના વાળ જો પાતળા અને સફેદ થવા લાગે તો તે સુંદરતાને પણ અસર કરે છે. ખરતા વાળનું મુખ્ય કારણ સ્ટ્રેટ પણ હોય છે અને પોષક તત્વોનો અભાવ પણ હોય છે. 

શરીરમાં જો કેટલાક વિટામીન અને પ્રોટીનની ઉણપ હોય તો તેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સિવાય વધારે પડતી દવાઓ ખવાતી હોય તો પણ વાળ ખરે છે. આમાંથી કોઈપણ કારણસર તમારા વાળ પણ ખરતા હોય તો તમે એક હેલ્ધી ડ્રિંક ઘરે બનાવીને તેનું સેવન કરવાની શરૂઆત કરી જ દો. 

આજે તમને ખરતા વાળની સમસ્યાથી છુટકારો અપાવે તેવી એક સ્મુધિ વિશે જણાવીએ. હેર ગ્રોથ માટે હાલ બાયોટીન રીચ સ્મુધિ પીવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ સ્મુધિ મારફતે શરીરને જરૂરી પોષક તત્વો મળે છે જેના કારણે ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. આ સ્મુધિ ઘરે કેવી રીતે બનાવવી ચાલો તમને જણાવીએ. 

સામગ્રી

બદામ 4
અખરોટ 4 ટુકડા
કાજુ - 4
પમ્કીન સીડ - 1 ચમચી
કિશમિશ - 1 ચમચી
ખજૂર - 3 
અંજીર - 2
ચીયા સીડ્સ - 1 ચમચી
અળસીના બી - 1 ચમચી
નાળિયેરનું દૂધ - 100 મિલી

સ્મુધિ બનાવવાની રીત

સ્મુધિ બનાવવા માટે સૌથી પહેલા કાજુ, બદામ, અખરોટ, કિસમિસ અને અંજીરને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. જો સવારે તમારે સ્મુધિ પીવી છે તો રાત્રે જ બધું પલાળી દેવું. 

ત્યાર પછી આ બધા નટ્સ સાથે બધી જ સામગ્રીને નાળિયેરના દૂધ સાથે મિક્સર જારમાં એડ કરી પીસી લો.

સ્મુધિ વધારે ઘટ હોય તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો. સ્મુધિ તૈયાર થઈ ગયા પછી તેનું સેવન કરો. 

આજ સ્મુધિમાં ફેટી એસિડ, જરૂરી ફેટ, પ્રોટીન સહિતના પોષક તત્વો હોય છે જે વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news