Health Tips : પિસ્તા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન બી6, પ્રોટીન, કેલ્શિયમ, આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત જો તમે પિસ્તાનું સેવન રોજ કરો છો તો તમે ઘણી બીમારીઓથી મુક્તિ મેળવી શકો છો. મોટાભાગના લોકો પિસ્તાને પાણીમાં પલાળીને તેનું સેવન કરે છે પરંતુ શું તમે જાણો છો કે તમે પિસ્તાને દૂધમાં ઉકાળીને પીશો તો તમારા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ? તો ચાલો આજે તમને જણાવીએ કે દૂધમાં પિસ્તા ને ઉકાળીને પીવાથી શરીરને કેટલા લાભ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 5 સ્થિતિમાં ભુલથી પણ ન પીતા હળદરવાળું દૂધ, આડઅસર થશે તો બગડી જશે હાલત


Uric Acid ની તકલીફ હોય તો આ વસ્તુઓને Dietમાં કરો સામેલ, નહીં થાય સાંધાના દુખાવા


વધેલા બ્લડ પ્રેશરને તુરંત કંટ્રોલ કરે છે આ જ્યુસ, બ્લડપ્રેશરના દર્દીએ પીવું જોઈએ રોજ

સ્નાયુ થાય છે મજબૂત


પિસ્તા અને દૂધનું એક સાથે સેવન કરવાથી સ્નાયુ મજબૂત થાય છે. કારણ કે દૂધ અને પિસ્તા બંનેમાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે જેના કારણે સ્નાયુ મજબૂત બને છે.


હાડકા રહે છે મજબૂત


દૂધમાં પિસ્તાને ઉકાળીને પીવાથી હાડકા મજબૂત થાય છે. કારણ કે દૂધ અને પિસ્તા કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે જે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં પિસ્તાને ઉકાળીને પીવાથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ દૂર થાય છે.


આંખને થાય છે અને ફાયદો


જે લોકોને મોબાઇલ કે લેપટોપ ઉપર સતત કામ કરવું પડતું હોય તેમની આંખ ઉપર ખરાબ અસર થતી હોય છે. તેવામાં જો તમે દૂધમાં પિસ્તા ઉકાળીને પીવો છો તો તેનું સેવન કરવાથી આંખને લાભ થાય છે. દૂધ અને પિસ્તાને પીવાથી આંખનું તેજ વધે છે 


આ પણ વાંચો:


ઉનાળામાં Heart ને રાખવું હોય Healthy તો Daily Dietમાં સામેલ કરો આ 6 વસ્તુ


આ પાંચ સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ન ખાવું કેળું, ફાયદો થવાને બદલે થશે નુકસાન


બ્લડ સુગર રહે છે કંટ્રોલમાં


પિસ્તા ઉકાળેલું દૂધ પીવાથી ડાયાબિટીસના દર્દીને પણ લાભ થાય છે. દૂધને ઉકાળી તેમાં પિસ્તા ઉમેરીને પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.