Uric Acid ની તકલીફ હોય તો આ વસ્તુઓને Dietમાં કરો સામેલ, નહીં થાય સાંધાના દુખાવા ક્યારેય
Foods That Control Uric Acid: શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો તે સાંધામાં જામી જાય છે અને તેના કારણે સાંધા નબળા પડી જાય છે અને સાંધાને લગતી બીમારી પણ થઈ શકે છે. પરંતુ જો તમે તમારા આહાર ઉપર ધ્યાન આપો તો આ સમસ્યાને અટકાવી શકાય છે.
Trending Photos
Foods That Control Uric Acid: આજના સમયમાં યુરિક એસિડની સમસ્યા મોટાભાગના લોકોને સતાવે છે. યુરિક એસિડના કારણે તમને અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. શરીરમાં યુરિક એસિડ વધી જાય તો સાંધામાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો તે સાંધામાં જામી જાય છે અને તેના કારણે સાંધા નબળા પડી જાય છે અને સાંધાને લગતી બીમારી પણ થઈ શકે છે. પરંતુ જો તમે તમારા આહાર ઉપર ધ્યાન આપો તો આ સમસ્યાને અટકાવી શકાય છે. આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેનું સેવન કરવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે
આ પણ વાંચો:
લો ફેટ ફૂડ
જો તમને યુરિક એસિડ ની સમસ્યા હોય તો તમારે દૈનિક આહારમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં ફેટનું પ્રમાણ ઓછું હોય.
તાજા ફળ અને શાકભાજી
યુરિક એસિડ ની સમસ્યા હોય તો આહાર ઉપર વિશેષ ધ્યાન આપવું પડે છે તેવામાં રોજના આહારમાં ફળ અને શાકભાજીનો સમાવેશ વધારે કરવો જોઈએ.
આખા અનાજ
યુરિક એસિડ ની સમસ્યા હોય ત્યારે આખા અનાજનું સેવન કરવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે અને યુરિક એસિડ ની સમસ્યા પણ થતી નથી.
ઈંડા
જો તમે ઈંડા ખાતા હોય તો મર્યાદિત માત્રામાં ઈંડાનું સેવન કરવાનું રાખો. ઈંડા ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે