વધેલા બ્લડ પ્રેશરને તુરંત કંટ્રોલ કરે છે આ જ્યુસ, ઘરમાં બ્લડપ્રેશરના દર્દી હોય તો તેમને આ રીતે બનાવીને પીવડાવો રોજ

How To Make Cucumber Juice: શરીરને ડીહાઈડ્રેટ રાખવાની સાથે કાકડી બ્લડ પ્રેશરને પણ ઝડપથી કંટ્રોલ કરે છે. ખાસ કરીને જો તમે કાકડીનું જ્યુસ બનાવીને બ્લડપ્રેશરના દર્દીને આપો છો તો તેનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 

વધેલા બ્લડ પ્રેશરને તુરંત કંટ્રોલ કરે છે આ જ્યુસ, ઘરમાં બ્લડપ્રેશરના દર્દી હોય તો તેમને આ રીતે બનાવીને પીવડાવો રોજ

How To Make Cucumber Juice: કાકડી એક સુપર ફૂડ છે જેમાં 90% થી વધારે પાણીનું પ્રમાણ હોય છે. કાકડીનું સેવન કરવાથી બોડી હાઇડ્રેટ રહે છે. તેથી જ ઉનાળા દરમિયાન લોકો કાકડી ખાવાની સલાહ આપે છે. શરીરને ડીહાઈડ્રેટ રાખવાની સાથે કાકડી બ્લડ પ્રેશરને પણ ઝડપથી કંટ્રોલ કરે છે. ખાસ કરીને જો તમે કાકડીનું જ્યુસ બનાવીને બ્લડપ્રેશરના દર્દીને આપો છો તો તેનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. કાકડી નું જ્યુસ પીવાથી ડાયજેશન પણ સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી. તો ચાલો તમને જણાવીએ કે કાકડી નું જ્યુસ કેવી રીતે બનાવવું.

આ પણ વાંચો:

કાકડીનું જ્યુસ બનાવવાની સામગ્રી

બે કાકડી
આદુનો ટુકડો
લીંબુ
લીલા ધાણા
ફુદીનો
સંચળ
મધ
બે કપ પાણી

જ્યુસ બનાવવાની રીત

સૌથી પહેલા કાકડીને બરાબર સાફ કરીને નાના નાના ટુકડા કરી લેવા. આ ટુકડાને એક બાઉલમાં લઈ તેમાં આદુ લીલા ધાણાભાજી ફુદીના ઉમેરો. આ બધી વસ્તુને મિક્સરમાં બરાબર રીતે પીસી લેવી. ત્યાર પછી મિક્સર જારમાં મધ લીંબુ પાણી સંચળ ઉમેરીને ફરી એકવાર પીસી લો. બધી જ વસ્તુ બરાબર પીસાઈ જાય પછી એક ગ્લાસમાં તેને ગાળીને કાઢી લો. તૈયાર છે કાકડી નું હેલ્ધી જ્યુસ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news