Lifestyle: એજીંગ એક કુદરતી પ્રક્રિયા છે જેને રોકવી અશક્ય છે. રોજિંદા જીવનની કેટલીક આદતો છે જે આપણને યુવાન દેખાવામાં મદદ કરે છે અને એજીંગની અસરને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે સારો ખોરાક લેવાની આદતને જાળવી શકતા નથી જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે અને સાથે જ એજીંગની પ્રોસેસને પણ ઝડપી બનાવે છે.  વ્યક્તિની ખોટી આદતોના કારણે જ થાક, ચહેરા પર કરચલીઓ, નબળાઈ અને હાડકામાં દુખાવો જેવી સમસ્યા થવા લાગે છે. પરંતુ જો તમે સમયસર આ 4 આદતોને અપનાવો છો તો 60 વર્ષે પણ યુવાન દેખાવું શક્ય છે. તો ચાલો તમને જણાવીએ કે તમે કઈ આદતોને અપનાવીને વધતી ઉંમરે પણ યુવાન રહી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Itchy Scalp: માથામાં આવતી ખંજવાળથી પરેશાન છો ? આ સરળ ઉપાય સમસ્યા એકવારમાં કરશે દુર


સંતુલિત આહાર


દૈનિક આહારમાં ફળ, શાકભાજી, પ્રોટીન અને આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સુધરે છે અને ત્વચાને પણ લાભ થાય છે. સંતુલિત આહાર રોગપ્રતિકારક શક્તિ સુધારે છે અને શરીરને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. 


નિયમિત કસરત
યુવાન રહેવાની સૌથી અસરકારક રીત છે કસરત. નિયમિત કરવાથી સ્નાયુઓની શક્તિ, લવચીકતા અને શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. કસરત એન્ડોર્ફિન્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. જે મૂડમાં સુધારો કરે છે અને તણાવ ઘટાડે છે. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ હળવી કસરત કરવી જોઈએ. 


આ પણ વાંચો: આ વસ્તુઓ ખાવાથી ઝડપથી વધે છે Belly Fat, વજન ઘટાડવું હોય તો ડાયટમાંથી કરો દુર


હાઇડ્રેશન
ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે તેને હાઇડ્રેટેડ રાખવી જરૂરી છે. તેના માટે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા પણ જરૂરી છે. આ કામમાં પાણી મદદ કરે છે. પુરતા પ્રમાણમાં  પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટેડ થાય છે. દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવાનું રાખવું જોઈએ. 


7 થી 9 કલાકની ઊંઘ
શરીર અને ત્વચાનું સ્વાસ્થ્ય સુધારવા માટે ઊંઘ જરૂરી છે. ઊંઘનો અભાવ અકાળે વૃદ્ધત્વ લાવે છે અને સ્ટ્રેસમાં પણ વધારો કરે છે. તેથી દરરોજ રાત્રે 7-9 કલાકની શાંત ઊંઘ લેવાનું રાખો.  


આ પણ વાંચો: વાળ હાથમાંથી સરકી જાય એવા Silky કરવા હોય તો કન્ડિશનર લગાડતી વખતે આ ટીપ્સ કરો ફોલો


સ્ટ્રેસ મેનેજમેન્ટ


સ્ટ્રેસ પણ વૃદ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.  સ્ટ્રેસ મેનેજ કરવા માટે ધ્યાન, ઊંડા શ્વાસ લેવા, યોગ કરવા જેવી સ્ટ્રેસ બસ્ટર રીતો અપનાવવી. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)