Belly Fat: આ વસ્તુઓ ખાવાથી ઝડપથી વધે છે પેટની ચરબી, વજન ઘટાડવું હોય તો ડાયટમાંથી કરો દુર

Belly Fat: સ્વસ્થ જીવન જીવવા માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. પરંતુ ભારતમાં મોટાભાગે તેલયુક્ત અને ગળ્યો ખોરાક ખાવાનું ચલણ વધારે છે. જે લોકોનું વજન ઝડપથી વધારવા માટે જવાબદાર છે. એકવાર વજન વધી જાય પછી હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને ડાયાબિટીસનું જોખમ પણ ઊભું થાય છે. વજનમાં અચાનક વધારો આપણા રોજિંદા ખોરાકમાંથી જ કેટલીક વસ્તુઓ કરે છે. જો તેને તમે લેવાનું ટાળો છો તો વધતા વજનથી બચી શકો છો.

વ્હાઇટ બ્રેડ

1/6
image

વ્હાઇટ બ્રેડનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. બ્રેડને બટર કે જામ સાથે નાના-મોટા સૌ કોઈ ખાય છે. પરંતુ વ્હાઈટ બ્રેડમાં રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે જે વજન ઝડપથી વધારે છે.  

પ્રોસેસ્ડ મીટ

2/6
image

પ્રોસેસ્ડ મીટમાં સોડિયમ, ટ્રાન્સ ફેટ અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે. તેના કારણે કોલેસ્ટ્રોલ અને પેટની ચરબી ઝડપથી વધે છે. જે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

ચા-કોફી

3/6
image

કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી પીવાની આદત હોય છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ એક મોટી ભૂલ છે, કારણ કે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે. જે વજન વધારે છે.

પેક્ડ જ્યૂસ

4/6
image

ફ્રેશ જ્યૂસ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ પેક્ડ ફ્રૂટ જ્યુસમાં પ્રિઝર્વેટિવ્સ અને સુગરનું પ્રમાણ વધુ હોય છે. તેને નિયમિત પીવાથી આપણા શરીરનું વજન વધવા લાગે છે.

જંક ફૂડ

5/6
image

લોકો ઘણી વખત ક્રેવીંગને સંતોષવા માટે જંક ફૂડ ખાતા હોય છે. જેમાં પણ રિફાઈન્ડ તેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેને વારંવાર ગરમ કરવામાં આવે છે. આવી વસ્તુઓ ખાવાથી સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે.

6/6
image