Hair Care: વાળ હાથમાંથી સરકી જાય એવા Silky કરવા હોય તો કન્ડિશનર લગાડતી વખતે આ ટીપ્સ કરો ફોલો
Hair Care: કન્ડિશનરનો ઉપયોગ કરવાથી વાળ ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બને છે જેના કારણે વાળ શાઈની અને સોફ્ટ રહે છે. સાથે જ ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે.
Trending Photos
Hair Care: દરેક ઋતુમાં વાળની ખાસ સંભાળ લેવી જરૂરી છે. કારણ કે વાતાવરણમાં થતા ફેરફારની અસર વાળને પણ થાય છે. જો યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો વાળ પર ખરાબ અસર પણ પડે છે. વાળમાં એકઠી થતી ગંદકીને સાફ કરવા માટે શેમ્પુનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો શિયાળામાં તમારે વાળની એક્સ્ટ્રા કેર કરવી હોય તો શેમ્પુ કર્યા પછી કન્ડિશનર કરવાનું રાખવું જોઈએ. કન્ડિશનર ખાસ પ્રકારના ઓઇલ અને સિલિકોનથી બનેલા હોય છે જે વાળના ટેક્સચરને સ્મૂધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કન્ડિશનરનો ઉપયોગ કરવાથી વાળ ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બને છે જેના કારણે વાળ શાઈની અને સોફ્ટ રહે છે. સાથે જ ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે. ઘણા લોકો કન્ડિશનરનો ઉપયોગ તો કરતા હોય છે પરંતુ તેમ છતાં તેમને આ ફાયદા થતા નથી. કન્ડિશનર કર્યા પછી પણ વાળમાં ફાયદો ન થવાનું કારણ હોય છે કન્ડિશનર લગાડતી વખતે કરેલી ભૂલ. જો તમે પણ કન્ડિશનરનો ઉપયોગ કરો છો તો તેને લગાડતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે કન્ડિશનરનો ઉપયોગ કરો છો તો તમારા વાળ પણ હિરોઈન જેવા સોફ્ટ અને શાઈની થઈ જશે.
વાળને કન્ડિશનર કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
- કન્ડિશનર લગાડતા પહેલા માઇલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ. કન્ડિશનરને મીડ હેર થી ટીપ્સ સુધી લગાડવું. તેને ક્યારેય મૂળમાં લગાડવું નહીં.
- કન્ડિશનરનું પ્રમાણ એટલું જ હોવું જોઈએ જેટલો વાળનો ગ્રોથ હોય. જો વાળ ઓછા અને નાના હોય તો વધારે પ્રમાણમાં કન્ડિશનરનો ઉપયોગ ન કરવો.
- કન્ડિશનર લગાડ્યા પછી ત્રણથી ચાર મિનિટની અંદર વાળ ધોઈ લેવા. જો તેનાથી વધારે સમય સુધી કન્ડિશનર રાખશો તો તેનાથી કોઈ ફાયદો થવાનો નથી.
- કન્ડિશનરની પસંદગી હંમેશા વાળને ધ્યાનમાં રાખીને કરવી જેમકે વાળ કર્લી હોય તો સ્ટ્રોંગ કન્ડિશનર પસંદ કરવું જ્યારે વાળ પાતળા હોય તો માઈલ કન્ડિશનરનો જ યુઝ કરવો.
- શેમ્પુ અને કન્ડિશનરને ક્યારેય એક સાથે ન લગાવો. વાળને શેમ્પુ કર્યા પછી ટોવેલ ડ્રાય કર્યા પછી જ કન્ડિશનરનો ઉપયોગ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે