Honeymoon Destinations: આ છે એવા દેશ જ્યાં હનીમૂન પ્લાન કરવું પડશે સસ્તુ, ઓછા ખર્ચે થશે વિદેશ પ્રવાસ
Affordable Honeymoon Destinations:જો તમારા પણ લગ્ન ટૂંક સમયમાં થવાના હોય અથવા તો નવા નવા થયા હોય અને તમે હનીમૂન માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આજે તમને દુનિયાના એવા દેશ વિશે જણાવીએ જ્યાં હનીમૂન પર જવું તમારા ખિસ્સાને પરવડે તેવું છે. આ દેશમાં ફરવા જવા માટે તમારે ઓછું ખર્ચ કરવો પડશે. આ દેશ હનીમૂન અને ફ્રી વેડિંગ શૂટ માટે પરફેક્ટ છે.
Affordable Honeymoon Destinations: છેલ્લા ઘણા સમયથી હનીમૂન માટે વિદેશ જવાનો ટ્રેન્ડ વધ્યો છે. ઘણા કપલ હનીમૂન માટે વિદેશ જવાનું પ્લાનિંગ પણ લગ્નની તૈયારીઓ સાથે જ કરવા લાગે છે. વિદેશ ફરવા જવાની ઈચ્છા તો દરેકને હોય છે. પરંતુ તેમાં થતા લાખોના ખર્ચને ધ્યાનમાં રાખી ઘણા કપલ વિદેશ પ્રવાસને મોકુફ રાખે છે. કારણ કે લગ્નમાં પણ લાખોનો ખર્ચ થઈ જતો હોય છે. તેવામાં જો તમારા પણ લગ્ન ટૂંક સમયમાં થવાના હોય અથવા તો નવા નવા થયા હોય અને તમે હનીમૂન માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આજે તમને દુનિયાના એવા દેશ વિશે જણાવીએ જ્યાં હનીમૂન પર જવું તમારા ખિસ્સાને પરવડે તેવું છે. આ દેશમાં ફરવા જવા માટે તમારે ઓછો ખર્ચ કરવો પડશે. આ દેશ હનીમૂન અને પ્રીવેડિંગ શૂટ માટે પરફેક્ટ છે.
આ પણ વાંચો: ખરતા વાળની સમસ્યાનું કાયમી સમાધાન છે આ ઘરગથ્થુ ઉપાય, 15 દિવસમાં વાળ ખરતા થશે બંધ
મોરક્કો
આફ્રિકાના સૌથી સુંદર દેશોમાંથી એક મોરક્કો છે. અહીં તમે લગ્ન પછીનું તમારું વેકેશન પ્લાન કરી શકો છો. અહીંની સુંદરતા તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે. અહીંયા તમે વિવિધ જગ્યાઓમાં ફરી શકો છો.
શ્રીલંકા
શ્રીલંકા ભારતથી વધારે દૂર નથી અને સસ્તું પણ છે અહીં હનીમૂન પ્લાન કરવું તમને પોસાય શકે છે. શ્રીલંકામાં તમે અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો. સાથે જ અહીંની પ્રાકૃતિક સુંદરતાને પણ માણી શકો છો. અહીંના બીચ દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે હનીમૂન એન્જોય કરી શકો છો.
આ પણ વાંચો: Year Ender 2023: ભારતમાં આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થઈ આ 5 વાનગીઓ બનાવવાની રીત
તુર્કી
દુનિયાના સૌથી સસ્તા દેશમાંથી એક તુર્કી છે. અહીં તમને ફરવા માટે અનેક જગ્યાઓ મળશે. અહીં તમને દરેક પ્રકારના પ્રવાસીઓ પણ એન્જોય કરતા જોવા મળશે. અહીં નેચર લવર અને એડવેન્ચર લવર્સ માટે અનેક ઓપ્શન ઉપલબ્ધ છે.
વિયતનામ
દક્ષિણ પૂર્વ એશિયાની ખુબ જ શાનદાર અને સસ્તી જગ્યામાંથી એક છે. અહીં હનીમૂન પ્લાન કરવું તમારા માટે યાદગાર બની શકે છે જો તમે ખાવા પીવાના શોખીન છો તો તમને અહીં સ્વાદિષ્ટ વ્યંજન પણ ચાખવા મળશે.
આ પણ વાંચો: ગુજરાતનું 'મીની કાશ્મીર' છે આ જગ્યા, હનીમૂન પ્લાન કરતા કપલ્સ માટે બેસ્ટ ઓપ્શન
ઈન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા શાંત અને સુંદર દેશ છે જ્યાં તમને ફરવા ફરવામાં ઓછો ખર્ચ કરવો પડશે. 17000 આઇલેન્ડ વાળો ઇન્ડોનેશિયા એડવેન્ચર પસંદ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. હનીમૂન કપલ્સ માટે ઈન્ડોનેશિયા સૌથી બેસ્ટ ઓપ્શન છે.