Cooking Tips: સવારનો નાસ્તો એવો હોવો જોઈએ જેનાથી દિવસભર કામ કરવાની એનર્જી મળે. તો તેના માટે બેસ્ટ વિકલ્પ કેળા અને બદામ સિવાય બીજું શું હોય શકે ? કેળા અને બદામને એનર્જીના પાવર હાઉસ કહેવામાં આવે છે. આજે તમને બદામ અને કેળાનો ઉપયોગ કરીને સ્મુધી કેવી રીતે બનાવી તેના વિશે જણાવીએ. જો તમે સવારના નાસ્તામાં આ સ્મુધિ પીને તમારા દિવસની શરૂઆત કરશો તો તેનાથી તમારા શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી મળી રહેશે. આ સ્મુધી સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. સૌથી સારી બાબત એ છે કે તે ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તેથી સવારની દોડધામમાં તમે સરળતાથી તેને બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ સ્વાદિષ્ટ વસ્તુ તમને બચાવશે Stressથી, રોજ એક વાટકી ખાશો તો મૂડ રહેશે ફ્રેશ


નાસ્તામાં ચા સાથે ક્યારેય ન ખાવા પરોઠા, જાણો શા માટે છે આ સૌથી Bad Food Combination


હાર્ટ એટેકથી બચવું હોય તો આ 4 સુપરફુડનું શરુ કરો સેવન, નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ


બદામ કેળાની સ્મૂધી બનાવવાની સામગ્રી


5 બદામ છોલેલી
1 કેળુ
દોઢ કપ ઠંડુ દૂધ
અડધી ટીસ્પૂન વેનિલા એસેન્સ
બે ખજૂર
આઇસ ક્યુબ જરૂર હોય તો


બદામ કેળાની સ્મૂધી બનાવવાની રીત


સૌથી પહેલા રાત્રે બદામને પાણીમાં પલાળી દો. સવારે તેની છાલ કાઢીને એક મિક્સર જારમાં કેળાના ટુકડા કરીને ઉમેરો અને પછી તેમાં બદામ ઉમેરો. ત્યાર પછી ખજૂરના બી કાઢીને તેના ટુકડા કરીને મિક્સર જારમાં ઉમેરો અને દૂધ ઉમેરીને બધી જ વસ્તુઓને બરાબર રીતે પીસી લો. બદામ અને ખજૂર બરાબર પીસા જાય પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરો અને ફરીથી મિક્સર જારમાં બધી વસ્તુને બ્લેન્ડ કરો. તૈયાર છે બદામ કેળાની સ્મૂધી.