Skin Care: ફેશિયલ કરાવ્યા પછી ચહેરા પર લગાવો આ 4 માંથી કોઈ એક વસ્તુ, વધી જશે ચહેરાનો ગ્લો
Skin Care: મોટાભાગે એવું થતું હોય છે કે ફેશિયલ કરાવ્યાના થોડા સમયમાં જ ચહેરા ડલ થવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓના મનમાં પણ પ્રશ્ન હોય છે કે ફેશિયલ પછી ઘરે એવું શું કરવું કે જેનાથી ચહેરા પર ગ્લો મહિનાઓ સુધી જળવાઈ રહે ?
Skin Care: ચહેરાને સુંદર બનાવવા માટે મોટાભાગે મહિલાઓ ફેશિયલ કરાવતી હોય છે. ફેશિયલ કરાવવાથી ચહેરાની ડેડ સ્કિન નીકળી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. સાથે જ તેનાથી સ્કીન રિલેક્સ થાય છે. નિયમિત ફેશિયલ કરાવવાથી ત્વચાની રંગત સુધરે છે અને સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ મોટાભાગે એવું થતું હોય છે કે ફેશિયલ કરાવ્યાના થોડા સમયમાં જ ચહેરા ડલ થવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓના મનમાં પણ પ્રશ્ન હોય છે કે ફેશિયલ પછી ઘરે એવું શું કરવું કે જેનાથી ચહેરા પર ગ્લો મહિનાઓ સુધી જળવાઈ રહે. તો આજે તમને જણાવીએ કે ફેશિયલ પછી ચહેરા પર કઈ વસ્તુઓ લગાડવાથી ચહેરાનો ગ્લો જળવાઈ રહે છે.
મોઈશ્ચરાઈઝર
ફેશિયલ કરાવ્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાડવું જોઈએ. ફેશિયલ દરમિયાન ડેડ સ્કીન સેલ્સની સાથે ચહેરાનું નેચરલ ઓઇલ પણ રીમુવ થઈ જાય છે. તેથી ત્વચામાં મોઈશ્ચર જળવાઈ રહે તે જરૂરી હોય છે. તેથી જ્યારે પણ ફેશિયલ કરાવો ત્યાર પછી ચહેરા પર લાઈટ મોઈશ્ચરાઈઝર લગાડી લેવું.
આ પણ વાંચો:
White Hair: જો કરશો આ કામ તો માથામાં વધશે કાળા વાળ, નહીં દેખાય એક પણ સફેદ વાળ
આ વસ્તુ ઉમેરીને રોજ પીવું એક ગ્લાસ નાળિયેર પાણી, 30 દિવસમાં ફેટમાંથી થઈ જશો ફીટ
શાકમાં વધી જાય તેલ તો ટ્રાય કરો આ નુસખો, 1 મિનિટમાં ગ્રેવીથી અલગ થઈ જશે તેલ
વિટામીન સી સીરમ
ફેશિયલ કરાવ્યા પછી વિટામીન સી સીરમ પણ એપ્લાય કરી શકાય છે. આ સીરમ દરેક પ્રકારની સ્કીન ધરાવતા લોકો વાપરી શકે છે. આ સીરમ પણ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખે છે અને કોલેજનનું પ્રોડક્શન વધારે છે. તેના કારણે ચેહરા પર કરચલી અને ફાઈનલાઇન્સ દેખાતી નથી.
ગુલાબ જળ
ઘણા લોકોને ફેશિયલ કરાવ્યા પછી ચહેરા પર બળતરા, રેડનેસ જેવી તકલીફ થાય છે. આવી સ્થિતિમાં ફેશિયલ કરાવ્યા પછી ગુલાબજળ અપ્લાય કરવું જોઈએ. ગુલાબજળ ત્વચા ને કુલિંગ ઈફેક્ટ આપે છે. જો તમારી સ્કિન ઓઇલી હોય તો ગુલાબજળ ન લગાડવું.
બરફ
ફેશિયલ કરાવ્યા પછી ચહેરા પર થતી બળતરા ને દૂર કરવા માટે બરફ અપ્લાય કરી શકાય છે. તેના માટે કોટનના રૂમાલમાં બેથી ચાર ટુકડા બરફ લઈને તેને રૂમાલ વડે ચહેરા પર પ્રેસ કરીને અપ્લાય કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)