White Hair Solution: જો કરશો આ કામ તો માથામાં વધશે કાળા વાળ, નહીં દેખાય એક પણ સફેદ વાળ
White Hair Solution: જો નાની ઉંમરમાં વાળ સફેદ થતા હોય તો શક્ય છે કે શરીરમાં વિટામીન b12ની ખામી હોય. વિટામીન b12ની ઉણપ ના કારણે પણ નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. જો આવું હોય તો તમે કેટલીક પોષણથી ભરપુર વસ્તુઓ ખાઈને વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો.
Trending Photos
White Hair Solution: 40 ની ઉંમર પછી માથામાં વાળ સફેદ થવા લાગે તે સામાન્ય વાત છે પરંતુ 25 ની ઉંમરમાં છોકરીના માથામાં વાળ સફેદ થવા લાગે તો ટેન્શન થઈ જાય છે. નાની ઉંમરમાં જ વાઈટ વાડ થવા લાગે તો તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. સફેદ વાળ થવા પાછળ ઘણી વખત આનુવાંશિક કારણ જવાબદાર હોય છે. જો આનુવાંશિક કારણ જવાબદાર ન હોય તો પછી જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગી છે. ખાસ કરીને જો વાળને પૂરતું પોષણ ન મળે અને આહારમાં ગડબડ હોય ત્યારે પણ વાળ સફેદ થઈ જાય છે.
નાની ઉંમરમાં જો સફેદ વાળ આહારના કારણે અથવા તો પોષણના અભાવના કારણે થતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા આહારમાં ફેરફાર કરીને પણ સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. તેના માટે તમારે સૌથી પહેલા એ જાણવું પડશે કે સફેદ વાળ થવાનું કારણ શું છે. તમે કેટલાક ટેસ્ટ કરાવીને જાણી શકો છો કે કયા પોષક તત્વની ખામીના કારણે વાળ સફેદ થવા લાગ્યા છે.
આ પણ વાંચો:
જો નાની ઉંમરમાં વાળ સફેદ થતા હોય તો શક્ય છે કે શરીરમાં વિટામીન b12ની ખામી હોય. વિટામીન b12ની ઉણપ ના કારણે પણ નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. જો આવું હોય તો તમે કેટલાક મહત્વપૂર્ણ ન્યુટ્રીશન્સની મદદથી વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો.
સફેદ થતાં વાળને કેવી રીતે અટકાવવા ?
નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તેનાથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા આ છ નિયમનું પાલન કરવાનું શરૂ કરો.
- ચિંતા ન કરવી
- હેલ્થી ડાયેટ ફોલો કરવી
- તળેલું ફૂડ ન ખાવું
- વ્યસન છોડવું
- રોજ શેમ્પુ ન કરવું
- નિયમિત વાળમાં તેલ લગાડવું
વાળને કુદરતી રીતે કાળા કરવા ખાવા આ ફૂડ
આ પણ વાંચો:
સફેદ થતાં વાળને અટકાવીને ફરીથી કાળા કરવા માટે દૈનિક આહારમાં આ 10 વસ્તુઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરો. આ વસ્તુઓ વિટામીન b12 થી ભરપૂર હોય છે અને તે વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે.
- ઈંડા
- સોયાબીન
- દહીં
- ઓટ્સ
- દૂધ
- પનીર
- બ્રોકલી
- માછલી
- ચિકન
- મશરૂમ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે