Instant glow: બીટ વિટામીન અને એન્ટિઓક્સિડન્ટનો સારો સ્ત્રોત છે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તેનાથી ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. જે લોકોના શરીરમાં રક્તની ઉણપ હોય તેણે બીટનું સેવન કરવું જોઈએ તેમાં રહેલું આયરન શરીરમાં રક્તની ઉણપને દૂર કરે છે. બીટ આપણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેનો ઉપયોગ કરવાથી ત્વચાને પણ ફાયદા થાય છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે ત્વચા પર નિખાર લાવવા માટે બીટ નો ઉપયોગ કેવી રીતે કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારે ત્વચા પર કુદરતી ગ્લો વધારવો હોય તો બીટના રસમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તેને ચહેરા પર લગાડવાનું રાખો. બીટના રસમાં આ વસ્તુઓ ઉમેરીને ચહેરા પર લગાડવાનું રાખશો તો ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો વધશે. તેનાથી ત્વચા પરના ડાઘ ધબ્બા દુર થશે અને ત્વચા ગુલાબી થઇ જશે. 


આ પણ વાંચો:


ઘરગથ્થુ વસ્તુઓથી બનેલું આ હેર માસ્ક વાળમાં લગાડવાથી એકવારમાં સફેદ વાળ થશે કાળા


આ વસ્તુની મદદથી 5 મિનિટમાં દુર થશે કપમાં જામેલી ગંદકી, વર્ષો જુના કપ દેખાશે નવા જેવા


ઘરમાં રહેલી આ વસ્તુઓ કરે છે સનસ્ક્રીન લોશન જેવું કામ, તડકાથી ત્વચાને રાખશે સુરક્ષિત


દહીં અને બીટ


દહી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે દહીં ખાવાનું પણ લોકોને પસંદ હોય છે જો તમે દહીંમાં બીટનો રસ ઉમેરીને ચહેરા પર લગાડો છો તો તેનાથી ત્વચા ને ફાયદો થાય છે. તેના માટે એક વાટકીમાં ત્રણ ચમચી દહીં લઈને તેમાં થોડો બીટનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને 15 મિનિટ સુધી રહેવા દો ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો.


મલાઈ અને બીટ


મલાઈ અને બીટની પેસ્ટ પણ ત્વચા પર ગજબનો નિખાર લાવે છે તેના માટે દૂધની મલાઈને એક બાઉલમાં લઈને તેમાં જરૂર અનુસાર બીટનો રસ ઉમેરો આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાડો અને 20 મિનિટ માટે રહેવા દો ત્યાર પછી હૂંફાળા ગરમ પાણીથી ચહેરો સાફ કરો આ પેસ્ટને અઠવાડિયામાં બે વખત લગાડવાથી ત્વચા નિખરી જાય છે.


બીટનો રસ


બીટ નો રસ પણ તમે ડાયરેક્ટ સ્ક્રીન પર લગાડી શકો છો બીટના કારણે ત્વચા પર ગુલાબી નિખાર આવે છે. જોકે બીટના રસને ડાયરેક્ટ ચહેરા પર લગાડો તો વધારે સમય સુધી તેને રહેવા ન દેવો. માત્ર ત્રણથી ચાર મિનિટ સુધી બીટનો રસ ચહેરા પર રાખો અને પછી ચહેરો સાફ કરી લો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)