Hair Care:ઘરગથ્થુ વસ્તુઓથી બનેલું આ હેર માસ્ક વાળમાં લગાડવાથી એકવારમાં સફેદ વાળ થશે કાળા

Hair Care Tips: વારંવાર કલર કરવાથી સફેદ વાળનું પ્રમાણ પણ વધી જાય છે અને વાળ નબળા પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમારે સફેદ વાળને કાળા કરવા હોય અને કલરનો ઉપયોગ પણ ન કરવો હોય તો આજે તમને એક અસરકારક નુસખો જણાવીએ. આ નુસખો અજમાવીને તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો.
 

Hair Care:ઘરગથ્થુ વસ્તુઓથી બનેલું આ હેર માસ્ક વાળમાં લગાડવાથી એકવારમાં સફેદ વાળ થશે કાળા

Hair Care Tips: માથામાં એક પણ સફેદ વાળ દેખાય તો ચિંતા વધી જાય છે. તેમાં પણ જે લોકોને વધારે પ્રમાણમાં સફેદ વાળ હોય તેઓ સફેદ વાળને કાળા કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. વાળનું ધ્યાન રાખવાની સાથે સફેદ વાળને કાળા કરવા માટે લોકો કલર કે ડાયનો ઉપયોગ કરવા લાગે છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ થોડા સમય સુધી કાળા લાગે છે પરંતુ ધીરે ધીરે ફરીથી વાળમાં સફેદી દેખાવા લાગે છે. 

આ ઉપરાંત વારંવાર કલર કરવાથી સફેદ વાળનું પ્રમાણ પણ વધી જાય છે અને વાળ નબળા પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમારે સફેદ વાળને કાળા કરવા હોય અને કલરનો ઉપયોગ પણ ન કરવો હોય તો આજે તમને એક અસરકારક નુસખો જણાવીએ. આ નુસખો અજમાવીને તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો.

આ પણ વાંચો:

વર્ષો જૂનો આ નુસખો ખૂબ જ અસરકારક છે અને તેમાં ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો જ ઉપયોગ થાય છે જેથી વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને સફેદ વાળ મૂળથી કાળા થઈ જાય છે. આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થાય છે અને સફેદ વાળનો ગ્રોથ પણ અટકે છે.

વાળને કાળા કરવાનું હેર માસ્ક બનાવવાની સામગ્રી

એક ચમચી આમળા પાવડર
એક ચમચી નાળિયેર તેલ
બે ચમચી ડુંગળીનો રસ
એક ચમચી કાળી હળદર પાવડર

હેર માસ્ક બનાવવાની રીત

સૌથી પહેલા એક વાટકીમાં નાળિયેર તેલ, કાળી હળદર, આમળા પાવડર અને ડુંગળીનો રસ સારી રીતે મિક્સ કરો. બધી જ સામગ્રીને મિક્સ કરીને ધીમા તાપે ગરમ કરો જેથી તેમાં રહેલું પાણી બળી જાય. હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેને વાળમાં સારી રીતે લગાડો. આ મિશ્રણને રાત આખી વાળમાં રહેવા દો અને સવારે શેમ્પુ વિના જ વાળને સાદા પાણીથી સાફ કરી લો. નિયમિત રીતે આ હેરપેક નો ઉપયોગ કરશો એટલે થોડા જ દિવસમાં સફેદ વાળ કાળા થઇ જશે જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news