Cleaning Hacks: આ વસ્તુની મદદથી 5 મિનિટમાં દુર થશે કપમાં જામેલી ગંદકી, વર્ષો જુના કપ પણ દેખાશે નવા જેવા

Cleaning Hacks: આ ડાઘ ચા અને કોફીમાં રહેલા ટેનીન તત્વના કારણે થાય છે. આ ડાઘ એટલા સ્ટ્રોંગ હોય છે તે સામાન્ય લિક્વીડ કે સાબુથી સાફ થતા નથી. તેને સાફ કરવા માટે ખાસ ટ્રીક અજમાવવી પડે છે. જો તમારા મોંઘા કપ-રકાબીના સેટમાં પણ આવા ડાઘ છે તો તેને બદલવાનું વિચારો તે પહેલા આ ટિપ્સ અજમાવો. આ રીતે કપ-રકાબીને સાફ કરવાથી તે ફરીથી નવા જેવા થઈ જશે. 

Cleaning Hacks: આ વસ્તુની મદદથી 5 મિનિટમાં દુર થશે કપમાં જામેલી ગંદકી, વર્ષો જુના કપ પણ દેખાશે નવા જેવા

Cleaning Hacks: આપણા ઘરમાં રોજ ચા-કોફી માટે કપ અથવા મગનો ઉપયોગ થાય છે. નિયમિત રીતે વપરાતા મગ અને કપમાં ધીરે ધીરે ભૂરા રંગના ડાઘ દેખાવા લાગે છે. આ ડાઘ ચા અને કોફીમાં રહેલા ટેનીન તત્વના કારણે થાય છે. આ ડાઘ એટલા સ્ટ્રોંગ હોય છે તે સામાન્ય લિક્વીડ કે સાબુથી સાફ થતા નથી. તેને સાફ કરવા માટે ખાસ ટ્રીક અજમાવવી પડે છે. જો તમારા મોંઘા કપ-રકાબીના સેટમાં પણ આવા ડાઘ છે તો તેને બદલવાનું વિચારો તે પહેલા આ ટિપ્સ અજમાવો. આ રીતે કપ-રકાબીને સાફ કરવાથી તે ફરીથી નવા જેવા થઈ જશે. 

આ પણ વાંચો:

બેકિંગ સોડા

બેકિંગ સોડા એ કુદરતી ક્લીનર છે જેનો ઉપયોગ કપડા તેમજ અન્ય વસ્તુ પરના હઠીલા ડાઘ દૂર કરવા માટે કરવામાં આવે છે. તેના વડે ચાના ડાઘ પણ દુર કરી શકાય છે. કપ અને મગમાંથી ચાના ડાઘ દુર કરવા માટે એક કપમાં બે ચમચી ખાવાનો સોડા ઉમેરવો અને પછી તેમાં ઉકળતું પાણી રેડવું. 5 મિનિટ માટે કપમાં સોડાનું પાણી રહેવા દો અને પછી સ્ક્રબરની મદદથી કપને સાફ કરો. બધા જ ડાઘ નીકળી જશે.

ડેન્ચર ટેબ્લેટ 

ડેન્ચર ટેબ્લેટ પણ કપના ડાઘ દુર કરવાનો સરળ અને અસરકારક ઉપાય છે. તે સરળતાથી કપના ડાઘ દુર કરે છે. તેના માટે એક વાસણમાં ગરમ ​​પાણી લઈ તેમાં ડેન્ચર ટેબ્લેટ રાખવી. પછી તેને 5 મિનિટ માટે છોડી દો. ત્યારપછી તેને સામાન્ય ડીશ વોશરથી ધોઈ લો.  

ટુથપેસ્ટ

ટુથપેસ્ટથી કપમાં પડેલા ચાના ડાઘ પણ દૂર કરી શકાય છે. આ માટે તમારા કપની ડાઘવાળી જગ્યા પર ટુથપેસ્ટને સારી રીતે લગાવવી પડશે. ત્યાર પછી તેને 5 મિનિટ માટે છોડી દો. 5 મિનિટ પછી સોફ્ટ સ્ક્રબરથી કપને સ્ક્રબ કરીને ધોઈ લો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news