Sun Tan Remedies: બળબળતા તાપની અસર ત્વચા પર પણ દેખાવા લાગે છે. આવું દરેક વ્યક્તિ સાથે થાય છે પરંતુ મહિલાઓ માટે આ ચિંતાજનક વાત હોય છે. ઉનાળામાં સ્કીન કેર પર ધ્યાન આપવામાં ન આવે તો ચહેરા પર કરચલીયો પણ વધારે ઝડપથી દેખાવા લાગે છે. જો પુરતા પ્રમાણમાં પાણી પીવાતું ન હોય તો પણ ચહેરા પર તેની અસર દેખાય છે. તેવામાં આ ઉનાળામાં તમારી સાથે આવું ન થાય તેવું તમે ઈચ્છતા હોય તો આ રીતે સ્કીન કેર કરવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વાળને મૂળથી કાળા કરવા હોય તો આ 2 વસ્તુનો કરો ઉપયોગ, મહેંદી કે ડાઈની જરૂર નહીં પડે


તડકામાં બહાર જવાનું થાય તો પછી સ્કીન પર કાળી ઝાંઈ દેખાવા લાગે છે. તેને સન ટેન કહેવાય છે. જો તમારા ચહેરા પર પણ આ રીતે ટેનિંગ થઈ ગયું છે તો તેને દુર કરવા માટે તમે આ કામ કરી શકો છો. 


સન ટેનિંગ કરવાનો ઘરેલુ નુસખો 


આ પણ વાંચો: Glowing Skin: ઉનાળામાં ચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ ઉપાય


તડકાના કારણે ચહેરા પર દેખાતી કાળાશને દૂર કરવી હોય તો આજે તમને એક એવા ફેસપેક વિશે જણાવીએ જેનાથી ચહેરા પરથી ટેનિંગ દુર થશે અને સાથે જ ડિહાઈડ્રેશનના કારણે દેખાતી કરચલીઓ અને ફાઈનલાઈન્સ પણ દેખાશે નહીં. 


ઉનાળામાં પણ સુંદર અને બેદાગ ત્વચા મેળવવા માંગો છો તો સૌથી પહેલા એક પેનમાં ત્રણ ચમચી હળદરને ગરમ કરો. હળદર કાળી થઈ જાય ત્યાં સુધી તેને શેકો. જ્યારે હળદર કાળી થઈ જાય તો ગેસને બંધ કરી તેને ઠંડી થવા દો. હવે આ હળદરમાં થોડું નાળિયેર તેલ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર રૂની મદદ થી લગાડો. તેને 10 થી 15 મિનિટ સુધી સુકાવા દો અને પછી હળવા હાથે મસાજ કરી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરી લો. 


આ પણ વાંચો: Weight loss: બસ 21 દિવસ ફોલો કરો આ રુટીન, ઝડપથી થઈ જશો Fat માંથી Fit


આ મિશ્રણને દર અઠવાડિયા બે વખત ચહેરા પર લગાડશો એટલે ચહેરા પર દેખાતી કાળાશ દુર થઈ જશે. આ સાથે જ ઉનાળા દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાનું પણ ધ્યાન રાખવું. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)