Weight loss: બસ 21 દિવસ ફોલો કરો આ રુટીન, ઝડપથી થઈ જશો Fat માંથી Fit
Weight loss:આજે તમને ઝડપથી વજન ઘટાડવાનો એક અસરકારક નુસખો જણાવી દઈએ. જો તમે ફક્ત 21 દિવસ સુધી આ કામ કરી લેશો તો તમારા વજનમાં ઝડપથી ઘટાડો અનુભવશો.
Trending Photos
Weight loss: જે લોકોની લાઈફ સ્ટાઈલ ખરાબ હોય છે અને બહારનું ખાવાની આદત વધારે હોય છે તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યા થાય છે. જે સમસ્યામાં સૌથી પહેલા વજન વધવાની સમસ્યા થાય છે. ખાસ કરીને જે લોકોની જીવનશૈલી બેઠાડું હોય તેમને પેટ અને કમરના ભાગે ચરબી ઝડપથી વધે છે.. ચરબી વધી ગયા પછી લોકો જીમમાં જઈને મહેનત કરે છે પરંતુ તેની અસર ઝડપથી થતી નથી. પરંતુ આજે તમને ઝડપથી વજન ઘટાડવાનો એક અસરકારક નુસખો જણાવી દઈએ. જો તમે ફક્ત 21 દિવસ સુધી આ કામ કરી લેશો તો તમારા વજનમાં ઝડપથી ઘટાડો અનુભવશો.
21 દિવસ સુધી ફોલો કરો આ રૂટીન
ઘરનું ભોજન
હેલ્થ એક્સપર્ટનું જણાવું છે કે જો વજન ઘટાડવું હોય તો સૌથી પહેલા બહારનું ભોજન છોડી ફક્ત ઘરના ભોજન પર આધાર રાખો. સૌથી પહેલા જંક ફૂડ ખાવાનું છોડી દો અને સાથે જ મેંદો, ખાંડ અને તળેલી વસ્તુઓ ખાવાનું બંધ કરો. ઘરમાં બનેલા સાત્વિક ભોજન નું સેવન કરો.
ફળ ખાવા
ફળ ફાઇબરથી ભરપૂર હોય છે તેને ખાવાથી શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ મળે છે. વજન ઘટાડવું હોય તો સવારે અને સાંજે નાસ્તો કરવાની ઈચ્છા થાય ત્યારે સીઝન અનુસાર મળતા ફળ ખાવા જોઈએ.
સાત વાગ્યા પહેલા ડિનર
ઘણા લોકો રાત્રે ખૂબ જ મોડા જમતા હોય છે. જો વજન ઘટાડવું હોય તો આ આદત બદલો.. વજન ઘટાડવા માટે ડિનર ટાઈમિંગ ફિક્સ કરો. શક્ય હોય તો સાંજે 6:30 થી 7:00 વાગ્યા સુધીમાં રાતનું ભોજન કરી લેવું. આ કામ કરવાથી વજન ઝડપથી ઉતરશે.
વોક કરો
જમ્યા પછી ઘણા લોકોને આડા પડી જવાની આદત હોય છે. આવી ભૂલ ક્યારેય ન કરો. જમ્યા પછી સુઈ જવાને બદલે 10 થી 15 મિનિટ વોક કરો. જમ્યા પછી ફાસ્ટ વોકિંગ કે એક્સરસાઇઝ કરવાનું ટાળો.
પુરતી ઊંઘ
વજન ઝડપથી ઘટાડવું હોય તો આ કામ કરવું પણ ખૂબ જ જરૂરી છે. નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ થાય તે ખૂબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘ ના કારણે પણ વજન ઝડપથી વધે છે. તેથી વજન ઘટાડવાની શરૂઆત કરો તો સૌથી પહેલા ઊંઘનો ટાઈમ પણ ફિક્સ કરો. રોજ સાત થી આઠ કલાકની ઊંઘ કરવાથી વજન ઘટાડવાની મહેનત ઝડપથી સફળ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે