Glowing Skin: ઉનાળામાં ચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

Glowing Skin: આજની દોડધામ ભરેલી જીવનશૈલી મોટાભાગના લોકોને ત્વચા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાં પણ ગરમીની ઋતુમાં ત્વચાને લઈને ખાસ કાળજી રાખવી જરૂરી હોય છે. જો ઉનાળા દરમિયાન તમે ત્વચાને લઈને બેદરકાર રહો છો તો સ્કીન ડેમેજ થઈ શકે છે. તો આજે તમને ઉનાળા દરમિયાન ત્વચાનું ધ્યાન કેવી રીતે રાખવું તે જણાવી દઈએ.. તમે કેટલા ઘરેલુ ઉપાય કરીને ત્વચા ને ચમકદાર અને સુંદર બનાવી શકો છો. 

દહીં અને ચણાનો લોટ

1/5
image

ઉનાળામાં ત્વચાની સંભાળ લેવા માટે દહીં અને ચણાનો લોટ સૌથી બેસ્ટ છે. આ બંને વસ્તુ ઘરના રસોડામાં સરળતા થી ઉપલબ્ધ હોય છે. આ વસ્તુઓ સનબર્ન જેવી સમસ્યાને દૂર કરે છે. ચણાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી ચહેરા તેમજ ગરદન પર લગાડવી જોઈએ. 10 થી 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવો. અઠવાડિયામાં બે વખત આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર બને છે.

ટમેટાનો ફેસપેક

2/5
image

ટમેટાનો ફેસપેક પણ ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરાની ગંદકીને સાફ કરવા માટે ટામેટાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડી શકો છો. આ પેસ્ટ સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરી તેને સાફ કરી લો. તેને ચહેરા પર લગાડવાથી ત્વચા પરના ડાઘ અને ડેડસ્કેન દૂર થઈ જાય છે..

કેળા અને મધ

3/5
image

કેળા અને મધ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર જામેલી ગંદકી દૂર થઈ જાય છે. તેના માટે પાકેલા કેળાની પેસ્ટ બનાવી તેમાં થોડું મધ ઉમેરી 20 થી 25 મિનિટ માટે ચહેરા પર લગાડો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો. 

એલોવેરા અને મધ

4/5
image

એલોવેરા અને મધ પણ ત્વચા માટે ફાયદાકારક છે. એલોવેરા અને મધને મિક્સ કરીને તેને ચહેરા પર સારી રીતે લગાડો.. દસ મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો . એલોવેરા અને મધને ચહેરા પર લગાડવાથી ડ્રાઇનેસ દૂર થાય છે.

5/5
image