પાણીમાં આ વસ્તુ ઉમેરી લગાડો વાળ પર, Frizzy Hair ની ફરિયાદ થઈ જશે દુર, વાળ થઈ જશે silky
Home Remedies For Frizzy Hair: વિનેગરનો ઉપયોગ કરવાથી વાળમાંથી ડેન્ડ્રફ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય ખરતાં વાળ અને ઓઈલી સ્કેલ્પ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે તમને એપલ સીડર વિનેગરનો એક ઘરગથ્થુ નુસખો જણાવીએ.
Home Remedies For Frizzy Hair: એપલ સીડર વિનેગરમાં એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ, મેલિક એસિડ અને એમિનો એસિડ જેવા તત્વો હોય છે, જે આપણી ત્વચા અને વાળ માટે ઉત્તમ ગણાય છે. એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરવાથી વાળમાંથી ડેન્ડ્રફ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય ખરતાં વાળ અને ઓઈલી સ્કેલ્પ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે તમને એપલ સીડર વિનેગરનો એક ઘરગથ્થુ નુસખો જણાવીએ. એપલ સીડર વિનેગરનો ઉપયોગ જો તમે આ રીતે કરશો તો તમારા વાળનો ગ્રોથ વધશે અને વાળ ફ્રીઝ ફ્રી અને સિલ્કી થશે.
આ પણ વાંચો:
આ 3 વસ્તુથી સફેદ વાળને કરો કલર, Side Effect વિના લાંબા સમય સુધી ટકશે કલર
તમે પણ વાળને આ રીતે બાંધો છો ટુવાલમાં? તો તમે જાતે કરી રહ્યા છો ટકલા બનવાની તૈયારી
Egg White ને આ રીતે લગાવો વાળમાં, માથામાંથી ખોડો થઈ જશે એકવારમાં દુર
એપલ સીડર વિનેગર હેર વોટર બનાવવા માટે 1/3 કપ ઓર્ગેનિક એપલ સીડર વિનેગર અને 1/4 પાણી લેવાનું છે. ત્યારપછી એક તપેલીમાં પાણી લો અને તેને હૂંફાળું ગરમ કરો. ત્યાર પછી તેમાં 1/3 કપ ઓર્ગેનિક એપલ સીડર વિનેગર ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો.
જ્યારે પણ તમે વાળને શેમ્પૂ કરો ત્યારબાદ વાળ પર આ પાણીનો સ્પ્રે કરવો. તેને લગભગ 1-3 મિનિટ માટે તમારા વાળ પર રહેવા દો. પછી ઠંડા પાણીની મદદથી તમારા વાળ ધોઈ લો. જો તમે અઠવાડિયામાં બે વાર તમારા વાળમાં આ મિશ્રણ લગાવો તો તેનાથી વાળની ડ્રાયનેસ ઓછી થવા લાગે છે.