Egg White ને આ રીતે લગાવો વાળમાં, માથામાંથી ખોડો થઈ જશે એકવારમાં દુર

Hair Care Tips: જો ડેન્ડ્રફનો ઈલાજ કરવામાં ન આવે તો સ્કેલપ પણ ખરાબ થઈ જાય છે અને તેનાથી વાળની ગુણવત્તાને અસર થાય છે. તેવામાં જો તમે ડેન્ડ્રફની સમસ્યાથી એકવારમાં મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તો ઈંડાની સફેદીનો ઉપયોગ કરી શકો છો.

Egg White ને આ રીતે લગાવો વાળમાં, માથામાંથી ખોડો થઈ જશે એકવારમાં દુર

Hair Care Tips: આજના સમયમાં માથામાં ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ડેન્ડ્રફ ના કારણે માથામાં ખંજવાળ આવે છે અને વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. જો ડેન્ડ્રફનો ઈલાજ કરવામાં ન આવે તો સ્કેલપ પણ ખરાબ થઈ જાય છે અને તેનાથી વાળની ગુણવત્તાને અસર થાય છે. ડેન્ડ્રફ દૂર કરવા માટે ઘણા લોકો એન્ટિડેન્ડ્રફ શેમ્પુનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં રહેલા કેમિકલ ઘણી વખત અન્ય સમસ્યાનું કારણ બની શકે છે. તેવામાં જો તમે ડેન્ડ્રફની સમસ્યાથી એકવારમાં મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તો ઈંડાની સફેદીનો ઉપયોગ કરો. ઈંડામાં એવા પોષક તત્વો હોય છે જે વાળની અનેક સમસ્યાને દૂર કરે છે. તો ચાલો તેમને જણાવ્યું કે ડેન્ડ્રફ સહિતની વાળની સમસ્યાને દૂર કરવા ઈંડાની સફેદીનો કેવી રીતે ઉપયોગ કરવો.

આ પણ વાંચો:

ઈંડાની સફેદી અને મધ

વાળમાં ડેન્ડ્રફની સમસ્યા હોય તો ઈંડાની સફેદીમાં મધ ઉમેરીને તેને 20 મિનિટ વાળમાં લગાવો. 20 મિનિટ પછી વાળને શેમ્પુ કરી લેવા તેનાથી ડેન્ડ્રફની સમસ્યાથી મુક્તિ મળી જશે.

ઈંડાની સફેદી અને દહીં

વાળમાં શાઈન લાવવા માટે અને વાળને ફ્રી કરવા માટે ઈંડાની સફેદીમાં દહીં મિક્સ કરીને તેને વાળના મૂળમાં લગાવો. 20 મિનિટ માટે તેને રહેવા દો અને પછી શેમ્પુથી વાળ ધોઈ લો.

એલોવેરા અને ઈંડાની સફેદી

વાળને ખરતા અટકાવવા માટે અને ડેન્ડ્રફ દૂર કરવા માટે ઈંડાની સફેદીમાં એલોવેરા જેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો અને 20 મિનિટ પછી હૂંફાળા પાણીથી સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news