દિક્ષિતા દાનાવાલા: ઘણીવાર તમે સંબંધમાં હોવા છતાં એકલતા અને નિરાશા અનુભવતા હોવ છો. ઘણીવાર તમે એકબીજા સાથે હોવા છતા પણ નથી હોતા. તમારી સાથે પણ આવુ થાય છે ..તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી..માત્ર થોડા સુધારા વધારા કરવાની જરૂર છે. ક્યારેક આ એકલતા એટલી હદે હાવી થઈ જાય છે કે તમે ડિપ્રેશનનો શિકાર પણ બનો છો. ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને જણાવીશું કે સંબંધમાં એકલતા અનુભવવાના કયા કારણો હોઈ શકે છે. તો ચાલો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકલતા અનુભવવાના કારણો


ખૂબ અપેક્ષા રાખવી
સામાન્ય રીતે વ્યક્તિનો સ્વભાવ છે કે જ્યારે તેને થોડુંક મળે છે ત્યારે તે વધુ માંગે છે. જો કે તમારા જીવનસાથી પાસેથી વધુ અપેક્ષા રાખવી ખોટું નથી.પરંતુ જો સંજોગો સરખા ન હોય તો વધુ અપેક્ષા રાખવી યોગ્ય છે કે કેમ તે સમજવું જરૂરી છે. જો તમારા પાર્ટનર અને તમારા કામનો સમય અલગ-અલગ હોય તો તેની પાસેથી અપેક્ષા રાખવી ખોટી છે.


આ પણ વાંચો: અહીં ઝેરોક્ષ કોપી જેવા જન્મે છે બાળકો, સોનું લેશન ના કરે તો મોનુંને પડે છે માર
આ પણ વાંચો: SBI Recruitment 2023: SBI માં નોકરીની જોરદાર તક, રૂ. 40 લાખ સુધીનો મળશે પગાર
આ પણ વાંચો: Bank Holidays In March 2023: ફટાફટ પૂરા કરી લો કામ, માર્ચમાં 12 દિવસ બંધ રહેશે બેંકો


નબળા ભાવનાત્મક બંધન
ભાવનાત્મક બંધન એ સંબંધની એક મહત્વપૂર્ણ કડી છે જે તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જોડાયેલા રાખે છે. એકબીજાને સમજવા અને જાણવામાં મદદ કરે છે. પરંતુ જો તમારું ઈમોશનલ બોન્ડિંગ સારું નથી તો તમે એકબીજાને સમજી શકતા નથી. આ બધી બાબતોથી લોકો સંબંધમાં એકલતા અનુભવે છે.


જીવનસાથીને સમય ન આપવો
આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાના પાર્ટનરને સમય નથી આપી શકતા. આ વાત થોડા ઘણા અંશે સાચી હોઈ શકે છે, પરંતુ જો તમે કોઈ વ્યક્તિ માટે જરૂરી છો, તો તે તમારા માટે સમય કાઢશે જ. તમામ પ્રયાસો પછી પણ જો તમારો પાર્ટનર સમયનું બહાનું કાઢતો હોય તો તેનો અર્થ એ છે કે હવે તમે તેના માટે એટલા મહત્વના કે જરૂરી રહ્યા નથી.


આ પણ વાંચો: Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
આ પણ વાંચો:  તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો:  ભૂખ નહીં લાગવા પર તમને થઈ શકે છે ગંભીર પ્રકારના રોગ, આ બાબતોની રાખવી પડશે તકેદારી


મોબાઈલમાં વ્યસ્ત રહેવું    
આજના સમયમાં પાર્ટનર સાથે સમય ઓછો વીતાવવાનું સૌથી મોટુ કારણ સોશિયલ મીડિયા બની રહ્યું છે, લોકો હવે તેમના ફોનમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે તેમના જીવનસાથી અને માતાપિતા સાથે વાત કરવાનો સમય નથી. તમારી એકલતાનું કારણ એ પણ હોઈ શકે છે કે તમારો પાર્ટનર ફોન પર ખૂબ વ્યસ્ત રહે છે.


આ પણ વાંચો: આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ
આ પણ વાંચો:
 ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહેન
આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે


પાર્ટનર સાથે ખુલ્લા દિલે વાત ન કરવી
એક વ્યક્તિ તરીકે તમને ખુશ રહેવાનો દરેક અધિકાર છે, જો તમે એકલતા અનુભવો છો તો તમારે તમારા જીવનસાથી સાથે ખુલ્લા દિલે વાત કરો અને આ સમસ્યાને દુર કરવાનો પ્રયાસ કરો.


આ પણ વાંચો: યુવતીઓની પહેલી પસંદ હોય છે આવા પુરૂષો: થઈ જાય છે સામેથી ફીદા
આ પણ વાંચો: 
દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube