Jaldi Shadi ke Totke: લગ્ન સમયસર થઈ જાય તો સારું રહે છે જો કે કરિયરના કારણે છોકરા છોકરીઓ લગ્નની ઉંમર હવે 30 પાર થાય છતાં પરણતા નથી તે જાણે સામાન્ય થઈ ગયું છે. પરંતુ અનેકવાર તો એવું પણ બનતું હોય છે કે ઘણી કોશિશ કરવા છતાં પણ લગ્ન થતા નથી. લગ્નમાં આવતા વિધ્નોને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. જલદી લગ્ન કરવા માટે આ ટોટકા કે ઉપાયો પ્રભાવી પણ હોય છે. જેમાંથી એક તો એવો ઉપાય છે જે તમને અચૂક ફળ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપાય છે હળદરના ઉપયોગનો. જે ગુરુવારના દિવસે કરવાથી ફળ આપે છે તેવું કહેવાય છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે અને તેમની કૃપાથી વૈવાહિક સુખ અને સૌભાગ્ય મળે ચે. જે પણ છોકરા કે છોકરી જલદી લગ્ન કરવા માંગતા હોય તેમણે આ ઉપાય અજમાવવો જોઈએ. 


જલદી લગ્ન કરવાનો ઉપાય
કોઈ  છોકરા કે છોકરીના લગ્નમાં મોડું થતું હોય તો તેમણે દર ગુરુવારના રોજ ન્હાવાના પાણીમાં અડધી ચમચી હળદર ભેળવીને સ્નાન કરવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ અન્ય મસાલા ન મળેલા હોય. આમ કરવાથી જલદી વિવાહના યોગ બને છે. 


- જલદી લગ્ન થાય તે માટે ગુરુવારના દિવસે કેળાના ઝાડનું પૂજન કરો. ઝાડ નીચે દીપક પ્રગટાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવતા વિધ્નો દૂર થાય છે. 


- જલદી લગ્ન થાય તે માટે દર સોમવારના રોજ શિવમંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આમ કરવાથી પણ લગ્ન જલદી થાય છે. આ સાથે જ લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. 


- જ્યોતિષ મુજબ વિવાહ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ લાભ થાય છે. તેનાથી શિવ કૃપા વરસે છે ને ઈચ્છિત જીવનસાથી મળે છે. 


Chocolate: શું ચોકલેટ ખાવાથી વજન વધે? જાણો ચોકલેટના ફાયદા અને નુકસાન


તડકાના કારણે થયેલા ટેનિંગને ફટાફટ દુર કરે છે આ 3 વસ્તુઓ, ત્વચાની વધે છે ચમક


મહિલાઓને ઈમોશનલી સ્ટ્રોંગ બનાવે છે આ 5 વાતો, સમસ્યામાંથી બહાર નીકળવાનો મળશે રસ્તો


- જો છોકરીના લગ્નમાં વિધ્ન આવતું હોય તો રાતે તાંબાના પાત્રમાં જળ ભરીને ભગવાન વિષ્ણુની તસવીર સામે રાખી દો. પછી બ્રહ્મમુહૂર્તમાં કોઈને પણ જણાવ્યાં વગર ખુલ્લા આકાશ નીચે જઈને તે પાત્રમાં રાખેલા જળથી માંગ ભરો, ત્યારબાદ તે પાત્રને પાછું ભગવાન સામે રાખી દો. આમ એક મહિા સુધી કરો. તેનાથી વિવાહના યોગ બને છે. 


- જલદી વિવાહ માટે ઈચ્છુક હોવ તો પીળા રંગના કપડાં વધુમાં વધુ પહેરો. તેનાથી જીવનમાં સૌભાગ્ય સુખ આવે છે. જલદી જીવનસાથી મળે છે. આ સાથે જ કાળા, નીલા અને ગ્રે રંગના કપડાંથી બચો. 


- વિવાહ યોગ્ય છોકરા-છોકરીઓના રૂમ ક્યારેય પણ ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવા જોઈએ નહીં કે ન તો દક્ષિણ દિશામાં પગ કરીને સૂવું જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)