Foods: રાત્રે ચા-કોફી જ નહીં આ 7 વસ્તુઓ ખાવાનું પણ ટાળજો, ખાવાથી ઉડી જાય છે ઊંઘ
Foods To Avoid At Night: રાત્રે જો સારી ઊંઘ અને સમયસર ઊંઘ કરવી હોય તો સૂવાના કેટલાક કલાકો પહેલા ખાવા પીવાનું બંધ કરી દેવું જોઈએ. ખાસ કરીને 7 એવી વસ્તુઓ છે જેને રાત્રે ભૂલથી પણ ખાવી કે પીવી નહીં. જો આ વસ્તુઓ સુતા પહેલા લેવામાં આવે તો ઊંઘને અસર થાય છે.
Foods To Avoid At Night: પૂરતી ઊંઘ સારા સ્વાસ્થ છે માટે જરૂરી છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો અડધી રાત સુધી જાગે છે. ઊંઘ ન આવવાને કારણે તેમની સ્લીપ પેટર્ન બદલી જાય છે. ઘણા લોકોને રાત્રે ઊંઘ ખાવા પીવાની ખોટી આદતોના કારણે પણ નથી આવતી. રાત્રે જો સારી ઊંઘ અને સમયસર ઊંઘ કરવી હોય તો સૂવાના કેટલાક કલાકો પહેલા ખાવા પીવાનું બંધ કરી દેવું જોઈએ. ખાસ કરીને 7 એવી વસ્તુઓ છે જેને રાત્રે ભૂલથી પણ ખાવી કે પીવી નહીં. જો આ વસ્તુઓ સુતા પહેલા લેવામાં આવે તો ઊંઘને અસર થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ છે એવી વસ્તુઓ જેને સુતા પહેલા ખાવાથી બચવું જોઈએ.
સુતા પહેલા આ વસ્તુઓ ખાવા પીવાનું ટાળો
આ પણ વાંચો: બટેટાના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર, બોટોક્ષ વિના સ્કીન થઈ જશે ટાઈટ
1. કોફીમાં કેફીનની માત્રા વધારે હોય છે. જે નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. જો રાત્રે કોફી પીવામાં આવે તો ઊંઘ ઉડી જાય છે. કેફીનની અસર છ થી આઠ કલાક સુધી રહે છે. તેથી મોડી રાત્રે કોફી પીવાનું ટાળવું જોઈએ.
2. ચોકલેટમાં પણ થીયોબ્રોમાઇન નામનું ઉત્તેજક પદાર્થ હોય છે. જે હૃદયના ધબકારા વધારી શકે છે અને તમને આરામ કરવાથી અટકાવી શકે છે. તેથી રાત્રે ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય તો પણ ચોકલેટ ખાવાનું ટાળવું.
આ પણ વાંચો: Hair Care: વાળને લાંબા અને કાળા કરવા ઘરે બનાવી લો લસણ અને ડુંગળીની છાલનું તેલ
3. રાતના ભોજનમાં મસાલેદાર વસ્તુઓ કે તળેલી વસ્તુઓ ખાવાથી પેટમાં એસિડ વધી જાય છે. રાતના ભોજન સિવાય સુતા પહેલા પણ મસાલેદાર વસ્તુઓ ખાવામાં આવે તો એસિડ રિફ્લેક્શન ની સમસ્યા થઈ જાય છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે અને આખી રાત બેચેની રહે છે. તેથી રાત્રે સૂવાના ત્રણથી ચાર કલાક પહેલાથી તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ.
4. બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ જેવી વસ્તુઓ પણ રાત્રે ખાવાથી પેટ ભારી થઈ જાય છે અને અપચાની સમસ્યા થાય છે. આવી વસ્તુઓને બચાવવા માટે પાચનતંત્રને વધારે મહેનત કરવી પડે છે જેના કારણે ઊંઘ પ્રભાવિત થાય છે.
આ પણ વાંચો: Hair Fall: આ તેલ લગાડશો તો ખરતા વાળની સમસ્યાથી મળશે કાયમી છુટકારો
5. રાતના સમયે સોડા કે અન્ય કાર્બોનેટેડ ડ્રિંક પીવાથી પણ ઊંઘ બગડે છે. આવા પીણામાં સુગરનું પ્રમાણ અને કેફિનનું પ્રમાણ વધારે હોય છે. આ વસ્તુઓ સુતા પહેલા પીવાથી ઊંઘ ખરાબ થઈ જાય છે.
6. લીંબુ સંતરા કે અન્ય ખાટા ફળ એસીડીક હોય છે. આવા ફળ પણ રાત્રે ખાવામાં આવે તો એસિડ વધી જાય છે. તેથી રાત્રે સુતા પહેલા ખાટા ફળ ખાવાથી બચવું.
આ પણ વાંચો:ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો
7. પ્રોટીનથી ભરપૂર આહાર પચવામાં વધારે સમય લે છે. રાતના સમયે પ્રોટીનથી યુક્ત ભારી ભોજન કરવામાં આવે તો પણ ઊંઘ બાદ થાય છે. રાત્રે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)