Potato Juice: બટેટાના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર, બોટોક્ષ વિના સ્કીન થઈ જશે ટાઈટ

Get Rid of Wrinkles: જો ચહેરાની ત્વચા ઢીલી પડી ગઈ હોય તો ઉંમર કરતાં વધારે ઉંમર દેખાય છે. પરંતુ વધતી ઉંમરે પણ ત્વચા ટાઇટ હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આવી જ કુદરતી સુંદર ત્વચા મેળવવા માટે તમે બટેટાના રસનો ઉપયોગ કરી શકો છો. બટેટાના રસમાં ત્રણ વસ્તુઓ ઉમેરીને ચહેરા પર અપ્લાય કરવાથી ચેહરાની ત્વચા બોટોકસ વિના પણ ટાઈટ થાય છે.

Potato Juice: બટેટાના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર, બોટોક્ષ વિના સ્કીન થઈ જશે ટાઈટ

Get Rid of Wrinkles: સ્ત્રી હોય કે પુરુષ દરેકની ઈચ્છા હોય કે તેની સ્કીન હંમેશા ગ્લોઇંગ અને યુવાન દેખાય. પરંતુ ધીરે ધીરે ત્વચા પર કરચલીઓ દેખાવા જ લાગે છે. પરંતુ આજે તમને એક એવો નુસખો જણાવીએ જેને અપનાવશો તો વધતી ઉંમરે પણ ચેહરાની ત્વચા ઢીલી નહીં પડે. જો ચહેરાની ત્વચા ઢીલી પડી ગઈ હોય તો ઉંમર કરતાં વધારે ઉંમર દેખાય છે. પરંતુ વધતી ઉંમરે પણ ત્વચા ટાઇટ હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આવી જ કુદરતી સુંદર ત્વચા મેળવવા માટે તમે બટેટાના રસનો ઉપયોગ કરી શકો છો. બટેટાના રસમાં ત્રણ વસ્તુઓ ઉમેરીને ચહેરા પર અપ્લાય કરવાથી ચેહરાની ત્વચા બોટોકસ વિના પણ ટાઈટ થાય છે.

Add Zee News as a Preferred Source

બટેટાનો રસ અને મધ 

ચેહરાની કરચલીઓ દૂર કરવા માટે બટેટાનો રસ કાઢી તેમાં મધ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી ચેહરા પર સારી રીતે અપ્લાય કરો. 15 મિનિટ માટે આ મિશ્રણને ચહેરા પર રહેવા દો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો. નિયમિત તેનો ઉપયોગ કરશો એટલે ચહેરા પર પડેલી કરચલીઓ પણ દૂર થવા લાગશે. 

બટેટાનો રસ અને દૂધ 

કરચલીઓને દૂર કરવા માટે બટેટાના રસ અને દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક વાત કેવા બે ચમચી બટેટાનો રસ લઈ તેમાં એક ચમચી દૂધ અને એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ માટે અપ્લાય કરો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો.

બટેટાનો રસ અને હળદર 

ચેહરાની કરચલીઓને દૂર કરવા માટે બટેટાના રસ અને હળદરનો ઉપયોગ પણ કરી શકાય છે. બટેટાના રસમાં થોડી હળદર ઉમેરી ચહેરા પર અપ્લાય કરો. તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરાને સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ વસ્તુ ચહેરા પર લગાડશો એટલે તરત જ ફરક દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news