Banana Hair Mask: આજના સમયમાં નાની ઉંમરમાં જ મહિલાઓને વાળ સંબંધિત અલગ અલગ સમસ્યાઓ સતાવવા લાગે છે. તેમાં સૌથી વધારે સમસ્યા ડ્રાયનેસની જોવા મળે છે. વાળ ડ્રાય થઈ જાય તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. વાળ ડ્રાય થઈ જાય તો વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. જીવનશૈલી, પ્રદૂષણ, હોર્મોનલ ચેન્જીસ, હેર ટ્રીટમેન્ટ વગેરે કારણોને લીધે વાળ પર અસર થાય છે. નબળા પડેલા વાળની સમસ્યા દૂર કરવા માટે તમે કેળાનો ઉપયોગ કરી શકો છો. કેળામાં વિટામીન એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળના ગ્રોથને વધારે છે અને વાળને હેલ્ધી રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


15 દિવસમાં વધી જશે વાળની લંબાઈ, આ રીતે કરો અળસીના પાવડરના હેર માસ્કનો ઉપયોગ


સૂતા પહેલા ચહેરા પર નાળિયેર તેલમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, દુર થશે ડાઘ-ધબ્બા


ત્વચાની ટેનિંગથી લઈ ડેડ સ્કીન દુર કરશે ટામેટા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


વાળને મજબૂત બનાવવા અને ડ્રાયનેસ ઓછી કરવા માટે કેળાનું હેરમાસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે. કેળાનું આ માસ્ક તમે ઘરે જ બનાવી શકો છો. કેળાની સાથે કેટલીક વસ્તુઓને ઉમેરીને આ માસ્ક તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળમાં કરવાથી વાળની ડ્રાઇનેસ દૂર થાય છે અને વાળના મૂળ મજબૂત બને છે.


ઈંડા અને કેળા


વાળને મજબૂત અને સોફ્ટ બનાવવા માટે કેળા સાથે ઈંડાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે કેળા અને ઈંડા ને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી તેને વાળમાં લગાડો. 30 મિનિટ તેને રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરી લો. 


ઓલિવ ઓઈલ અને કેળા


કેળાની પેસ્ટ કરી તેમાં જરૂર અનુસાર ઓલિવ ઓઇલ ઉમેરો અને તેને વાળના મૂળમાં બરાબર લગાડો. ત્યાર પછી હેર કેપ પહેરી લો અને 30 મિનિટ પછી વાળને શેમ્પુ કરો. ઓલિવ ઓઈલ બદલે તમે કેળાની સાથે નાળિયેરના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. 


કેળા અને દહીં


કેળું અને દહીં બંને ઘરે સરળતાથી મળી જતી વસ્તુ છે. આ હેર માસ્ક બનાવવા માટે કેળાની પેસ્ટ કરી તેમાં દહીં ઉમેરીને હેર માસ્ક તૈયાર કરવું. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી તૈયાર કરેલી પેસ્ટને વાળના મૂળમાં લગાડો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)