Skin Care: તમાલપત્ર એવો મસાલો છે જેનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. ગરમ મસાલામાં આ વસ્તુનો ઉપયોગ સૌથી વધારે થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તમાલપત્રનો ઉપયોગ ત્વચા પર પણ કરી શકાય છે. તમાલપત્ર પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ત્વચા પર કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. આજે તમને તમાલપત્રમાંથી ફેસપેક બનાવવાની રીત જણાવીએ. આ ફેસ પેકમાં તજનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તજ એન્ટિફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ ધરાવતી વસ્તુ છે. તમાલપત્ર અને તજની મદદથી બનતો આ ફેસપેક ચેહરા પર લગાડવાથી ઘણા બધા ફાયદા થાય છે. આ ફેસપેક વધતી ઉંમરના કારણે ત્વચા પર પડતી કરચલીઓને દૂર કરે છે અને ખીલને પણ તુરંત મટાડે છે. આ ફેસપેકને અઠવાડિયામાં બે વખત લગાડવાથી ફાયદો થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Lemon And Salt: લીંબુ અને મીઠાનો ચહેરા પર આ રીતે કરો ઉપયોગ, 2 દિવસમાં ચમકી જશે ત્વચા


ખરતા વાળના કારણે પડી છે ટાલ ? આ વસ્તુઓ ખાવાનું કરો શરુ, ઝડપથી આવશે નવા વાળ


Skin Care: ગરમીમાં ટ્રાય કરો લીચી ફેસ માસ્ક, ત્વચા પર આવશે ગ્લો અને દુર થશે ટેનિંગ


જરૂરી સામગ્રી
તજ પાવડર - 2 ચમચી
તમાલપત્રનો પાવડર - 1 ચમચી
મધ - 2 ચમચી
લીંબુનો રસ - 1 ચમચી
કાચુ દૂધ - જરૂર અનુસાર


ફેસપેક બનાવવાની રીત


સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી તજનો પાવડર લેવો, તેમાં તમાલપત્રનો પાવડર એક ચમચી ઉમેરો, હવે તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરી બરાબર પેસ્ટ તૈયાર કરો. જો પેસ્ટ ખૂબ જ ઘટ્ટ હોય તો તેમાં થોડું કાચું દૂધ ઉમેરી બરાબર રીતે મિક્સ કરો. 


ફેસપેક લગાડવા માટે સૌથી પહેલા ચહેરાને પાણીથી સાફ કરો. ત્યાર પછી ચહેરા અને ગરદન પર આ ફેસપેક સારી રીતે લગાડો. ફેસપેકને 15 મિનિટ સુધી સુકાવા દો અને પછી ઠંડા પાણીની મદદથી ચહેરો સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)