Hair Care: મહિલાઓમાં ખરતા વાળ ડેન્ડ્રફ અને સફેદ થતા વાળની સમસ્યા સામાન્ય થતી જાય છે. લગભગ દરેક મહિલા આ સમસ્યાઓથી પીડિત હોય છે. વાળની આ સમસ્યા થવાનું સૌથી મોટું કારણ હોય છે પોષણનો અભાવ અને હેક્ટિકલ લાઈફ સ્ટાઈલ. આ બંને કારણોના લીધે વાળના મૂળ નબળા પડવા લાગે છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે. વાળની સમસ્યા દૂર કરે તેવા અનેક પ્રકારના પ્રોડક્ટ પણ બજારમાં મળતા હોય છે. પરંતુ આ પ્રોડક્ટ ખાસ અસર કરતા નથી અને ઘણી વખત એવું થાય છે કે જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કરો ત્યાં સુધી રાહત રહે એટલે કે આવી પ્રોડક્ટ વાળની સમસ્યાનું કાયમી સમાધાન બની શકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Rose Day 2024: રોઝ ડે પર કોઈ પાસેથી ગુલાબ લેતા પહેલા જાણો ગુલાબના અલગ અલગ રંગના અર્થ


આવી સ્થિતિમાં વાળની સંભાળ રાખવા અને વાળની ગુણવત્તા સુધારવા માટે તમે ઘરેલુ નુસખા કરી શકો છો. આજે આવો જ તમને એક અસરકારક ઘરેલુ નુસખો જણાવીએ. દહીં વાળ માટે કેટલું ફાયદાકારક છે તે તમે પણ જાણતા હશો. આ દહીં સાથે જો તમે બીટ ઉમેરીને વાળ પર લગાડવાનું રાખશો તો તેનાથી વાળની ત્રણ સમસ્યા દૂર થવા લાગશે. બીટમાં એવા પોષક તત્વો હોય છે જે ખરતા વાળ ડેન્ડ્રફ અને સફેદ વાળની સમસ્યા દૂર કરે છે. 


આ પણ વાંચો: ખરતા વાળને અટકાવતું ઓનિયન ઓઈલ આ રીતે બનાવો ઘરે, 7 દિવસમાં જ વાળ ખરવાનું થશે બંધ


એક્સપર્ટ જણાવે છે કે બીટ અને દહીંનું હેર માસ્ક ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય છે. આ બંને વસ્તુ વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે જેના કારણે વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે અને હેર ગ્રોથ વધે છે. તેના માટે આ હેર માસ્કને વાળમાં 20 થી 30 મિનિટ સુધી લગાડો અને પછી વાળને પાણીથી ધોઈ લો.


બીટમાં એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સી પણ હોય છે જે ડેન્ડ્રફ દૂર કરે છે અને સ્કેલ્પ ઇન્ફેક્શનને પણ મટાડે છે. શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપના કારણે વાળ અકાળે સફેદ થવા લાગે છે આ સમસ્યાથી છુટકારો પણ બીટ અને દહીંનું હેર માસ્ક અપાવી શકે છે. 


આ પણ વાંચો: હનીમૂન માટે આનાથી બેસ્ટ એક પણ ડેસ્ટિનેશન નથી, ફોટો જોઈને ટિકિટ બુક કરાવવાનું મન થશે


કેવી રીતે બનાવવું બીટ અને દહીંનું હેર માસ્ક?


આ હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં વાળની લંબાઈ અનુસાર દહીં લેવું. તેમાં એક નાનકડું બીટ ખમણીને ઉમેરી દેવું અથવા તો તેની પેસ્ટ બનાવીને ઉમેરી દો. હવે આ મિશ્રણને વાળમાં લગાડો અને 20 મિનિટ સુધી રહેવા દો. 20 મિનિટ પછી વાળને હૂંફાળા પાણીથી સાફ કરી લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)