Rose Day 2024: રોઝ ડે પર કોઈ પાસેથી ગુલાબ લેતા પહેલા જાણી લો ગુલાબના અલગ અલગ રંગના મતલબ વિશે

Rose Day 2024: ગુલાબ માત્ર એક સુંદર નહીં પણ પ્રેમનું પ્રતીક છે. અલગ અલગ રંગના ગુલાબ સાથે લાગણીને કહ્યા વિના વ્યક્ત કરી શકાય છે. ગુલાબનો દરેક રંગ અલગ-અલગ સંદેશ આપે છે. ગુલાબના દરેક રંગનો અલગ અર્થ થાય છે. ગુલાબ વડે પ્રેમ, મિત્રતા, પ્રશંસા, શક્તિ અને ઉદાસી જેવી લાગણીને પણ વ્યક્ત કરી શકાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ગુલાબના રંગનો અર્થ શું થાય છે તેના વિશે.

લાલ ગુલાબ

1/6
image

લાલ રંગ પ્રેમ અને જુસ્સાનો પ્રતીક છે. તેવી જ રીતે લાલ ગુલાબ ગાઝ પ્રેમ અને સ્નેહ દર્શાવે છે. જ્યારે આછા લાલ રંગનું ગુલાબ આકર્ષણ અને મોહ દર્શાવે છે.

ગુલાબી ગુલાબ

2/6
image

ગુલાબી ગુલાબ પ્રશંસા, કૃતજ્ઞતા અને સહાનુભૂતિનું પ્રતીક છે. આછા ગુલાબી રંગનું ગુલાબ કોમળતા, સહાનુભૂતિ અને ખુશી દર્શાવે છે.

સફેદ ગુલાબ

3/6
image

સફેદ ગુલાબ નવી શરૂઆત સાથે લાગણીની શુદ્ધતા અને નિર્દોષતા દર્શાવે છે. તે સાચો પ્રેમ, આદર અને આધ્યાત્મિકતા પણ દર્શાવે છે. જો તમે કોઈની સાથે નવો સંબંધ શરૂ કરવા જઈ રહ્યા છો તો તેને સફેદ ગુલાબ આપો.

પીળું ગુલાબ

4/6
image

સામાન્ય રીતે પીળા ગુલાબને મિત્રતા, ખુશી અને ઉલ્લાસનું પ્રતીક માનવામાં આવે છે. આ ગુલાબ મિત્રતાની સાથે સકારાત્મકતાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તમે કોઈ મિત્રને પીળા ગુલાબ આપી શકો છો.

નારંગી ગુલાબ

5/6
image

નારંગી રંગનું ગુલાબ ઉત્સાહ, ઉર્જા અને ઈચ્છા દર્શાવે છે. નારંગી રંગનું ગુલાબ કોઈ આપે તો સમજી જવું કે તે વ્યક્તિ તમારાથી પ્રભાવિત છે અને તમારા ઊંડો રસ ધરાવે છે.

રોડ ડે પર આ વાતોને રાખો યાદ

6/6
image

ગુલાબના રંગની સાથે ફૂલોની સંખ્યા પણ મહત્વપૂર્ણ છે. એક ગુલાબ પ્રેમને વ્યક્ત કરી શકે છે જ્યારે 12 ગુલાબ ગાઢ પ્રેમ અને સમર્પણ દર્શાવે છે.