Kitchen Tips: બ્રેડ એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. કેટલાક ઘરમાં તો સવારે નાસ્તામાં પણ લોકો બ્રેડ ખાવાનું પસંદ કરે છે. બ્રેડનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. બ્રેડની મદદથી વિવિધ વાનગીઓ પણ બને છે તેથી વારંવાર બ્રેડ ખરીદવાનું થાય છે. જ્યારે બ્રેડ ખરીદવા જવાનું થાય ત્યારે મોટાભાગના લોકો એક્સપાયરી ડેટ જ ચેક કરતા હોય છે. પરંતુ બ્રેડ ખરીદવાની હોય ત્યારે એક્સપાયરી ડેટની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પર પણ નજર કરવી જોઈએ. આજે તમને આવી જ કેટલીક જરૂરી બાબત વિશે જણાવીએ. હવે પછી જ્યારે પણ બ્રેડ ખરીદો ત્યારે પેકેટ પર લખેલી આ વિગતો પર પણ ધ્યાન આપવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ


હિડન સુગર 


બ્રેડ બનાવવા માટે ખમીરનો ઉપયોગ કરવામાં આવે છે. ખમીરને એક્ટિવ કરવા માટે ખાંડ ઉમેરવી જ પડે છે. તેથી જ્યારે પણ બ્રેડ ખરીદો તો તેમાં ખાંડનું પ્રમાણ કેટલું છે તે ચેક કરી લેવું. ઘણી વખત બ્રેડમાં મીઠાશ અને સોફ્ટનેસ જાળવી રાખવા માટે વધારે માત્રામાં ખાંડનો ઉપયોગ થયો હોય છે. તેથી ખાંડનું પ્રમાણ કેટલું છે તે ખાસ ચેક કરવું. 


આ પણ વાંચો: Turmeric For Skin: ત્વચાના 3 રોગને દવા વિના મટાડે છે હળદર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


મીઠાની માત્રા 


ખાંડની જેમ બ્રેડમાં મીઠું પણ જરૂરી હોય છે. પરંતુ બ્રેડમાં સોડિયમનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય તે જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર બ્રેડમાં 100 થી 200 મિલિગ્રામથી વધારે સોડિયમ ન હોવું જોઈએ. તેથી બ્રેડના પેકેટ પર સોડિયમનું લેવલ કેટલું છે તે ચેક કરીને બ્રેડ ખરીદવાનું નક્કી કરવું. 


સામગ્રી ચેક કરો 


ઘણા લોકો મેંદાની બ્રેડને બદલે બ્રાઉન બ્રેડ, વિટ બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ લેવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ બ્રેડને સ્વાદિષ્ટ બનાવવા માટે લોટમાં અન્ય સામગ્રીઓ પણ મિક્સ કરવામાં આવે છે. તેથી બ્રેડના પેકેટ પર જે ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય તેને બરાબર વાંચીને જ બ્રેડ લેવી. 


આ પણ વાંચો: મેકઅપ વિના 10 મિનિટમાં ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય


બેસ્ટ બીફોર ડેટ 


બ્રેડ ખરીદતી વખતે આ વસ્તુ ચેક કરવી સૌથી વધુ જરૂરી છે. જો તમારે તાજી અને સોફ્ટ બ્રેડ ખાવી હોય તો બ્રેડના પેકેટ પર બેસ્ટ બીફોર ડેટ જરૂરથી ચેક કરી લો.  


પ્રિઝર્વેટિવની માત્રા 


બ્રેડને ફ્રેશ રાખવા માટે અને ટેસ્ટ વધારવા માટે તેમાં પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. પ્રિઝર્વેટિવના કારણે બ્રેડ ઘણા દિવસ સુધી તાજી લાગે છે. પરંતુ પ્રિઝર્વેટીવનું પ્રમાણ કેટલું છે તે પણ જોવું જોઈએ. તેથી પેકેટ ઉપર પ્રિઝર્વેટિવની વિગતો પણ ચેક કરી લેવી. 


આ પણ વાંચો: ચહેરા પર મોંઘી ક્રીમને બદલે આ 5 સસ્તી વસ્તુનો ઉપયોગ કરો, રાતોરાત ત્વચા પર દેખાશે ચમક


ફાઇબર કન્ટેન્ટ 


બ્રેડમાં ફાઇબરનું પ્રમાણ હોય છે. પરંતુ ઘણી વખત બ્રેડ બનાવવાની પ્રોસેસ દરમિયાન ફાઇબર ઘટી જાય છે. જેના કારણે બ્રેડ હેલ્ધી રહેતી નથી. તેથી બ્રેડનું પેકેટ ખરીદો ત્યારે તેના લેબલ પર ચેક કરી લેજો કે ફાઇબરની માત્રા કેટલી છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)