નયનરમ્ય! જેના ખળખળ વહેતા પાણી અને ઉડતી ધુમ્મસથી મન પ્રફુલ્લિત થઈ જાય તેવા આ 9 ધોધ નથી જોયા તો થશે અફસોસ
Waterfalls Of India: ભારતના પ્રસિદ્ધ ધોધમાંનો એક ધુંઆધાર ધોધ છે જે મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલો છે. આ ધોધ ભેડાઘાટ પાસે નર્મદા નદી પર સ્થિત છે જેની ઊંચાઈ 30 મીટરની છે. અહીં નર્મદા નદી વિશ્વ પ્રસિદ્ધ આરસના ખડકોમાંથી પસાર થાય છે જે આગળ જતાં તેનો પટ સાંકડો થાય છે અને ભેડાઘાટ પાસે તે ધોધ સ્વરૂપે પડે છે
Waterfalls Of India: મધ્યપ્રદેશ એ ભારતના હૃદય તરીકે વિશ્વભરમાં પ્રચલિત છે. જે વિવિધ જંગલો, નદીઓ, ધોધ, વન્યજીવ, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વારસાથી ભરપુર છે. મધ્યપ્રદેશ દેશભરમાં તેના વન્યજીવ માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે અને સાથે જ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ. મધ્યપ્રદેશમાં ઘણી નદીઓ વહે છે, જે કેટલાક સ્થળે ધોધનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઉનાળો મધ્યપ્રદેશના કેટલાક ધોધની મુકાલાત લઈ, ગરમી સામે ઠંડકનો અનુભવ કરો.
ધુંઆધાર ધોધ, ભેડાઘાટ
ભારતના પ્રસિદ્ધ ધોધમાંનો એક ધુંઆધાર ધોધ છે જે મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલો છે. આ ધોધ ભેડાઘાટ પાસે નર્મદા નદી પર સ્થિત છે જેની ઊંચાઈ 30 મીટરની છે. અહીં નર્મદા નદી વિશ્વ પ્રસિદ્ધ આરસના ખડકોમાંથી પસાર થાય છે જે આગળ જતાં તેનો પટ સાંકડો થાય છે અને ભેડાઘાટ પાસે તે ધોધ સ્વરૂપે પડે છે. પાણીના પડવાથી ધુમ્મસ જેવી રચના થાય છે. આની ગર્જના ઘણે દૂરથી સાંભળી શકાય છે. આ ધોધ પડવાને કારણે તે જગ્યાએ ધુમ્મસ કે ધુમાડો સર્જાય છે. તેથી જ તેને ધુંઆધાર ધોધ કહેવામાં આવે છે.
આ પણ વાંચો:
કેનેડામાં થવું છે શિફ્ટ, તો જાણો કેવી લઇ શકો છો કાયમ માટે રેસિડેન્સ વીઝા
એકમાત્ર એવું મંદિર જેનો નથી પડતો પડછાયો, આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું રહસ્ય
TOURIST PLACES IN MONSOON: દિલ્હી-NCR નજીકની આ 5 જગ્યાઓ પર ચોમાસામાં ફરવાની છે મજા!
ધુઆંધર ધોધ સુંદરતાની દ્રષ્ટિએ એક અસાધારણ સ્થળ છે, જે આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. આ સ્થાન તમારા મિત્રો અને પરિવાર સાથે પિકનિક કરવા માટે પણ એકદમ આદર્શ છે. ધોધની સામે એક વિશાળ ખુલ્લી જગ્યા છે. જબલપુર શહેરથી 25 કિમી દૂર સ્થિત, આ ધોધ તેની આકર્ષક સુંદરતાને કારણે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા અહીં બોટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કપિલધારા ધોધ, અમરકંટક
કપિલધરા એ તેના મૂળમાંથી નર્મદા નદીનો પ્રથમ ધોધ છે. તે અમરકંટકના નર્મદા મંદિરથી આશરે 6 કિમી દૂર છે. જેનું પાણી લગભગ 100 ફૂટની ઊંચાઈથી જબરદસ્ત ધોધ રૂપે સાથે પડે છે. અહીં નદીની પહોળાઈ લગભગ 20 થી 25 ફૂટ છે.
ચાચાઈ ધોધ, રીવા
ચાચાઈ ધોધ 130 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે અને તે મધ્યપ્રદેશના રીવા નજીક બિહાદ નદી પર સ્થિત છે. આ ધોધ મધ્ય પ્રદેશમાં બીજા ક્રમનો સૌથી ઊંચો ધોધ છે અને તેની ગણતરી ભારતના સૌથી ઊંચા સિંગલ-ડ્રોપ ધોધમાં થાય છે. તેના આકર્ષક કરિશ્મા અને સુંદરતા માટે એક સમયે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. ચાચાઈ ધોધ રીવા ખાતે 29 કિલોમીટરના અંતરે આવેલો છે.
બહુતી ધોધ, રીવા
બહુતી એ મધ્યપ્રદેશનો સૌથી ઊંચો ધોધ છે. તે સેલાર નદી પર છે કારણ કે તે મૌગંજની ખીણની ધારથી નીચે ધસી આવે છે અને બિહાદ નદીમાં જોડાય છે, જે તમસા અથવા તોન્સ નદીની ઉપનદી છે. તે ચાચાઈ ધોધ પાસે છે. તેની ઊંચાઈ 198 મીટર (650 ફૂટ) છે. બહુતી વોટરફોલ હાઇવે સાથે સારી રીતે જોડાયેલ છે.
પુરવા ધોધ, રીવા
પુરવા ધોધ 200 ફૂટ ઊંચો છે (લગભગ 67 મીટર) અને એક જોરદાર દૃશ્ય રજૂ કરે છે. ધોધ તીવ્ર હોય છે અને દર સેકન્ડે પાણીનો પ્રચંડ જથ્થો પડે છે. ધોધ તોન્સ નદી પર છે, જે રીવા ઉચ્ચપ્રદેશની ભેખડ પરથી ઉતરી રહ્યો છે. ધોધ મોસમ સાથે તેની ભવ્યતા મેળવે છે, જ્યારે વરસાદ પૂરજોશમાં હોય વધુ સુંગર લાગે છે. પૂર્વા ફોલ મુખ્યથી રીવા લગભગ 25 કિમી દૂર છે.
કેઓટી ધોધ, રીવા
રીવામાં પરિવાર અને મિત્રો સાથે આનંદદાયક સમય માટે, કેઓટી ધોધની મુલાકાત લો. તે ભારતનો 24મો સૌથી ઊંચો ધોધ છે અને તે ખરેખર લોકપ્રિય પ્રવાસન સ્થળ છે .સૂર્યાસ્ત અને સૂર્યોદય દરમિયાન ધોધનો નજારો એવો છે જે પ્રવાસ દરમિયાન ચૂકી ન જવું જોઈએ. તેની કુલ ઊંચાઈ 98 મીટર (322 ફૂટ) છે. 130 મીટરની ઉંચાઈથી કેસ્કેડિંગ કરીને, તમે તમારા કેમેરા લેન્સમાં આકર્ષક ડ્રોપને પણ સ્થિર કરી શકો છો. કીઓટી ધોધ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ થઈને રીવાના કેન્દ્રથી લગભગ 37 કિમી દૂર સ્થિત છે.
સિલ્વર ફોલ્સ
જો તમે વોટરફોલ્સના શોખીન છો, તો તમારે પંચમઢીની મુલાકાત લઈ શકો છો, અહીં તમે બી ફોલ્સ, અપ્સરા વિહાર ફોલ્સ અને સિલ્વર ફોલ્સના સુંદર નજારાને માણી શકશો. સિલ્વર ફોલ્સ, ઉર્ફે રજત ધોધ, 350 ફૂટની ઊંચાઈથી પડી રહ્યો છે અને જ્યારે સૂર્યપ્રકાશ તેના પર પડે છે ત્યારે તે ચાંદીની પટ્ટી જેવો દેખાય છે, તેથી તેને સિલ્વર ફોલ્સ કહેવામાં આવે છે.
આ પણ વાંચો:
ભારતના સૌથી પ્રખ્યાત અને જૂના યોગ કેન્દ્ર, વિદેશથી મોટી સંખ્યામાં અહીં આવે છે સાધકો
ગુજરાતના 7 ધોધ સામે અમેરિકાનો Niagara Falls પણ છે ફેલ! ચોમાસામાં ફરવાની બેસ્ટ જગ્યા
દિવસે નહીં પણ ભારતમાં અહીં રાતે આવે છે ફરવાની મજા! દુનિયાભરમાંથી આવે છે પ્રવાસીઓ
અપ્સરા વિહાર ધોધ
અપ્સરા વિહાર ધોધ એ માત્ર 10-મિનિટનું ઉતાર-ચઢાવના અંતરે છે અને પંચમઢીમાં એક અવશ્ય જોવા લાયક ધોધ છે. એવું માનવામાં આવે છે કે બ્રિટિશ યુગ દરમિયાન, બ્રિટિશ મહિલાઓ અહીં સ્નાન કરતી હતી. મહિલાઓ ફેર એટલે કે સ્વરૂપવાન હોવાથી સ્થાનિક લોકો તેમને અપ્સરાઓ માનતા હતા અને તેથી આ પૂલનું નામ અપ્સરા વિહાર રાખવામાં આવ્યું હતું.
બી ફોલ ધોધ
બી ફોલ્સ જેને જમુના પ્રપાત તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌથી ભવ્ય ધોધ છે અને પચમઢી બસ સ્ટેન્ડથી માત્ર 5 કિમી દૂર છે. 150 ફૂટની ઉંચાઈથી નીચે આવતા આ ધોધનું નામ બી ફોલ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે દૂરથી આ ધોધ મધમાખી જેવો સંભળાય છે જેનું પાણી ખડકોમાંથી વહે છે અને ગૂંજતો અવાજ કરે છે.