Discount Offer: કાર ખરીદવાનું છે પ્લાનિંગ, મળે છે મોટું ડિસ્કાઉન્ટ; 62 હજાર સુધીનો થશે ફાયદો
Discount Offer: જો તમે માર્ચમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી ડીલ છે. Renault પોતાની કાર પર 62,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જોકે, આ છૂટ 31 માર્ચ સુધી જ લાગુ રહેશે. વાસ્તવમાં કંપની એવા વાહનો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે જે સ્ટૉકમાં છે અને BS6 સ્ટેજ 2 નોર્મ્સને પૂર્ણ કરતા નથી. હવે કંપની તેના સ્ટોકને સાફ કરવા માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, સાથે જ ડીલરશિપ દ્વારા ઘણી આકર્ષક ઓફર પણ આપવામાં આવી રહી છે.

Renault Kwidએ કંપનીની એન્ટ્રી-લેવલની હેચબેક છે અને તેના 2022ના ઉત્પાદિત મોડલ પર રૂ. 57,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ 25,000 રૂપિયાના રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાના એક્સચેન્જ લાભના રૂપમાં છે. સાથે જ 12 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે કંપની ખેડૂતો, સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોને 5,000 રૂપિયાનું અલગથી ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે જ સમયે, સ્ક્રેપેજ પોલિસી હેઠળ 10 હજારનું વધુ ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. કંપની રેનોના કિગર પર 62 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં રૂ. 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 25,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 12,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
આ પણ વાંચો:
Auto Update System: હવે તમામ ડિજીલોકર દસ્તાવેજો આધારથી થશે ઓટો અપડેટ
Income Tax: આ વખતે કેટલો રહેશે તમારો ઈન્કમ ટેક્સ? આ રીતે ઝડપથી કરો ગણતરી
બુધવારે કરી લો આ ખાસ કામ, આર્થિક ઉન્નતિ સાથે દરેક સમસ્યાઓનું મળશે સમાધાન
નવી કાર પર પણ ડિસ્કાઉન્ટ
જૂની કારની સાથે, કંપની નવા ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરતા તમામ મોડલ્સ પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની તેના મોડલ્સ પર 54,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 12,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. નોંધનીય છે કે, રેનો હાલમાં ભારતમાં Kwid, Kiger અને Triber ઓફર કરે છે.
ટૂંક સમયમાં રેનો પણ તેની ફ્લેગશિપ એસયુવી ડસ્ટરનું નવું મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે હાઇબ્રિડ એન્જિન સાથે આવશે અને આ વખતે ડસ્ટર 5 સીટર મિડ સાઇઝ એસયુવીને બદલે 7 સીટર ફુલ સાઇઝ એસયુવી હશે. નોંધનીય છેકે, છેલ્લા કેટલાક મહિનામાં રેનોના વેચાણનો આંકડો ઘણો પ્રભાવિત થયો છે અને તેના કારણે કંપનીએ હવે આ ઑફર્સ આપી છે.
આ પણ વાંચો:
હોલિકા દહન વચ્ચે વરસાદથી લોકોમાં પેઠો અપશુકનનો ડર, અશુભના સંકેતોથી વધી ચિંતા...
Gas Leak Detector:ઘરમાં લગાવો આ ડિવાઈસ, ગેસ સિલિન્ડર લીકની કરશે જાણ
Watch Video: હોટ થવાના ચક્કરમાં ઉર્ફીએ બ્રાલેટ સાથે પહેર્યું એવું સ્કર્ટ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube