હોલિકા દહન વચ્ચે વરસાદથી લોકોમાં પેઠો અપશુકનનો ડર, અશુભના સંકેતોથી ઘેરાયા ચિંતાના વાદળો!

Holi 2023: અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળે સોમવારે હોલિકા દહન વખતે જ વરસાદ પડ્યો હતો. હોલિકા દહન વખતે જ વરસાદ પડવાને શુભ ગણવું કે અશુભ તેને લઇને ર્જ્યોતિષશાસ્ત્રીઓમાં વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. જોકે, મોટાભાગના જ્યોતિષશાસ્ત્રીઓના મતે હોલિકા દહન વખતે વરસાદ ખાસ અશુભના સંકેત દર્શાવતું નથી.

હોલિકા દહન વચ્ચે વરસાદથી લોકોમાં પેઠો અપશુકનનો ડર, અશુભના સંકેતોથી ઘેરાયા ચિંતાના વાદળો!

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ વખતે જવલ્લે જ બને એવી ઘટના બની હતી. હોળીના દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો અને હોલિકા દહન વખતે જ વરસાદ વરસ્યો. હોલિકા દહન વચ્ચે વરસાદથી સૌ કોઈ ચિંતામાં મુકાયા. દરેકના મનમાં આ ઘટનાથી અપશુકન અને કંઈક અશુભ થવાની વાતે જોર પકડ્યું. જોતજોતામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો. ત્યારે જાણીતા જ્યોતિષીઓએ આ અંગે જે વાત કહી છે તે દરેકે જાણવાની જરૂર છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ આ ઘટનાને ખુબ ગંભીરતા પૂર્વક લેવામાં આવી છે. કારણકે, આ ઘટના સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળે સોમવારે હોલિકા દહન વખતે જ વરસાદ પડ્યો હતો. હોલિકા દહન વખતે જ વરસાદ પડવાને શુભ ગણવું કે અશુભ તેને લઇને ર્જ્યોતિષશાસ્ત્રીઓમાં વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. જોકે, મોટાભાગના જ્યોતિષશાસ્ત્રીઓના મતે હોલિકા દહન વખતે વરસાદ ખાસ અશુભના સંકેત દર્શાવતું નથી. હોલિકા દહન વખતે જ વરસાદ પડ્યો હોય તેવું વર્ષો બાદ પ્રથમવાર બન્યું છે. મોટાભાગના સ્થળોએ હોળી પ્રગટાવ્યાના એકાદ કલાક બાદ વરસાદ પડ્યો હતો. જેના કારણે ત્રણ કલાક જેટલી ચાલતી હોળી આ વખતે બે કલાક સુધી પ્રગટાયેલી રહી હતી. અલબત્ત, વરસાદ છતાં હોળીની જ્વાળા પર કોઈ ખાસ અસર પડી નહોતી. લોકોએછત્રી સાથે હોળીના દર્શન કર્યા હતા. કોઈ

જાણીતા જ્યોતિષીએ જણાવ્યું કે, ‘હોળીના દિવસે જ વરસાદ આવવો તે એક પ્રકારનો થોડો અશુભ સંકેત ગણી શકાય . વડીલો અને ઉંમરલાયક લોકોના મતે પણ હોળી વખતે વરસાદ પડ્યો હોય તેવું બનતું નથી. પરંતુ આ વખતે વરસાદ પડ્યો તે કંઈક નાની મોટી અગત્યનું સૂચક છે. મોટેભાગે હોળી પ્રાગટ્યના દિવસે પવન જરૂર હોય છે. પરંતુ વરસાદ ક્યારે આવતો નથી . શાસ્ત્રની વાત કરીએ તો એવો કઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી કે હોળીના દિવસે વરસાદ આવે તો કંઈ મોટું ભયંકર અશુભ થાય. જેના કારણે તેવું માનવાનું કારણ જણાતું નથી.હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીવાદ મેળવવામાં આવે છે. અને તેમાં કંઈક વિક્ષેપપડ્યો હોય તેવું જરૂર માની શકાય. પરંતુ કંઈ મોટું અશુભ થાય તેવું માની અંધશ્રદ્ધામાં માનવું નહીં. સામાન્ય વરસાદ પડશે.

મોટાભાગના સ્થળોએ હોળી પ્રાગટ્યના એકાદ કલાક પછી વરસાદ પડ્યો છે. હોળી પ્રાગટ્ય વખતે જ વરસાદ પડ્યો હોય તો તેને અશુભ સંકેત સમાન ગણવામાં આવતું હોય છે. પરંતુ તેમ થયું નથી. સંદર્ભ ગ્રંથ અનુસાર હોળી પ્રાગટ્ય બાદ વરસાદ પડી રહ્યો હોય તો તે ચિંતા કે વહેમ રાખવા જેવી વાત ગણાતી નથી. બીજ તરફ શાસ્ત્રશાતા-જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, હોલિકા દહન વખતે વરસાદચિંતાની વાત નથી. લોકોની સુખાકારી સમૃદ્ધિ પર કોઈ અસર નહીં પડે, અલબત્ત, આગામી ચોમાસાનો વરસાદ ખંડષ્ટિ રહેશે. એટલે કે, આગામી ચોમાસાનો વરસાદ સાર્વત્રિક નહીં હોય. કેટલાક સ્થળોએ ખૂબ વરસાદ પડશે, કેટલાક સ્થળમાં ઓછો વરસાદ થશે. આગામી ચોમાસાનો વરસાદ સાર્વત્રિક નહીં હોય તેમ દર્શાવે છે. જોકે, નિષ્ણાતોનું એવું પણ કહેવું છેકે, લોકોની સુખાકારી પર અસર નહીં થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news