Weight Loss Tips: શરીર પર જામેલા ચરબીના થર કોઈ પણ વ્યક્તિને પરેશાન કરવા માટે પૂરતા છે. કોઈને પણ વધેલી ચરબી પસંદ નથી. પરંતુ સમસ્યા એ હોય છે કે ચરબીને ઝડપથી કઈ રીતે ઓગાળવી તે બાબતે લોકોને જાણકારી હોતી નથી. જાણકારી ના અભાવના કારણે લોકો વધેલું વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવા લાગે છે. આમ કરવાથી વજનમાં તો ઘટાડો થતો નથી પરંતુ શરીરમાં નબળાઈ આવી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો તમારે ઝડપથી અને ગણતરીના દિવસોમાં ચરબી ઉતારવી હોય તો તેના માટે ભૂખ્યું રહેવાની જરૂર નથી. તેના માટે જરૂરી હોય છે કે તમે દિવસ દરમિયાન અને ખાસ કરીને સવારના નાસ્તામાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે શરીરને પોષક તત્વો પૂરા પાડે અને ચરબી ઘટાડે. વજન ઝડપથી ઘટાડવું હોય તો સૌથી પહેલા જીવનશૈલી અને ફૂડ હેબિટ્સ બદલવી જોઈએ. આજે તમને જણાવીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જેને નાસ્તામાં ખાવાની શરૂઆત કરશો તો તમારું વધેલું વજન ગણતરીના દિવસોમાં જ ઓછું થવા લાગશે.


વજન ઘટાડશે આ ચાર વસ્તુઓ


આ પણ વાંચો:


Skin Care: મીઠું ત્વચાની ડેડ સ્કીન દુર કરી વધારે છે ગ્લો, આ રીતે કરી શકો છો ઉપયોગ


ગરદન પરના મેલને 10 મિનિટમાં દુર કરી દેશે ખાવા-પીવાની આ વસ્તુઓ, જાણો ઉપયોગ કરવાની રીત


દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવાનું રાખશો તો કાંસકામાં નહીં દેખાય વાળના ગુચ્છા


લીંબુ અને મધ


બેનિફેટ અને વજનને ઓછું કરવા માટે રોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મધ ઉમેરીને પીવું જોઈએ.


દહીં


કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર દહીંનો સમાવેશ સવારના નાસ્તામાં કરશો તો વજન ઘટાડવામાં સરળતા રહેશે. સવારે નાસ્તામાં દહીં ખાવાથી શરીરને ફાઇબર અને પ્રોટીન મળી રહે છે. તેનાથી બેલીફેટ પણ ઘટે છે.


ઉપમા


સવારના નાસ્તામાં ઉપમા ખાવાથી પણ વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ઉપમા ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે અને તેમાં રહેલા તત્વ વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જોકે ઉપમાને હંમેશા ઓછા તેલમાં અને વેજીટેબલ સાથે બનાવવા.


મગની દાળના ચીલા


મગની દાળના ચીલા પણ ડાયજેસ્ટિવ ફાઇબરથી ભરપૂર હોય છે. નાસ્તામાં તમે મગની દાળના છેલ્લા ખાશો તો તે એક હેલ્ધી ઓપ્શન બની જશે. તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)