Dark Neck: ગરદન પર જામેલા મેલને 10 મિનિટમાં દુર કરી દેશે ખાવા-પીવાની આ વસ્તુઓ, જાણો ઉપયોગ કરવાની રીત

Dark Neck Remedies: ચહેરાની સાથે જો ગરદનની સ્કિન પર ધ્યાન આપવામાં ન આવે તો સુંદરતા વધારવા માટે કરેલા બધા જ પ્રયત્ન બેકાર થઈ જાય છે. સંભાળના અભાવના કારણે ધીરે ધીરે ગરદનની ત્વચા કાળી થવા લાગે છે. 

Dark Neck: ગરદન પર જામેલા મેલને 10 મિનિટમાં દુર કરી દેશે ખાવા-પીવાની આ વસ્તુઓ, જાણો ઉપયોગ કરવાની રીત

Dark Neck Remedies: ઘણી વખત લોકો પોતાના ચેહરાની સુંદરતાની માવજતો નિયમિત કરે છે. પરંતુ વાત જ્યારે ગરદનની આવે તો મોટાભાગના લોકો ગરદનની સફાઈને લઈને બેદરકાર જોવા મળે છે. ચહેરાની સાથે જો ગરદનની સ્કિન પર ધ્યાન આપવામાં ન આવે તો સુંદરતા વધારવા માટે કરેલા બધા જ પ્રયત્ન બેકાર થઈ જાય છે. સંભાળના અભાવના કારણે ધીરે ધીરે ગરદનની ત્વચા કાળી થવા લાગે છે. ગરદનની ત્વચા પર જામેલો મેલ અને કાળાશ દૂર કરવા માટે ઘરના રસોડામાં ઉપલબ્ધ કેટલી ખાવા પીવાની વસ્તુઓની મદદ લઈ શકાય છે. 

ગરદનની કાળાશ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

આ પણ વાંચો:

દૂધ, હળદર અને ચણાનો લોટ

એક-એક ચમચી દૂધ અને ચણાનો લોટ લેવો અને તેમાં ચપટી હળદર મિક્સ કરો. આ મિશ્રણને ગરદન પર લગાવો અને તેને સુકવા દો. ત્યારપછી સ્ક્રબ કરી તેને ઠંડા પાણીથી સાફ કરો. 8 દિવસ નિયમિત તમે આ કામ કરશો એટલે ગરદનનો મેલ દુર થઈ જશે.  

કાચું પપૈયું અને દહીં

સૌથી પહેલા કાચા પપૈયાની પેસ્ટ બનાવો તેમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરો. તેને ગરદન પર લગાવો અને 20 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ મસાજ કરી તેને દુર કરો. તેનાથી રુંવાટી અને મેલ બંને દુર થઈ જશે.

ચોખાનો લોટ અને બટેટા 

એક બાઉલમાં બે ચમચી ચોખાનો લોટ અને એક બટાકાનો રસ મિક્સ કરો. તેમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. તેને લગભગ 20 મિનિટ સુધી ગરદન પર લગાવી સુકાવા દો. ત્યાર પછી તેને ઠંડા પાણીથી સાફ કરો.

આ પણ વાંચો:

લીંબુ અને મધ

એક બાઉલમાં એક-એક ચમચી લીંબુનો રસ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને ગરદન પર લગાવો. 30 મિનિટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો.

ચણાનો લોટ અને લીંબુ

એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ગરદન પર સારી રીતે લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો ત્યારબાદ તેને મસાજ કરતાં કરતાં દુર કરો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news