Hair Care: દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવાનું રાખશો તો કાંસકામાં નહીં દેખાય વાળના ગુચ્છા

Hair Care: ફક્ત પોષણના અભાવને કારણે કે પ્રદૂષણને લીધે જ વાળ ખરતા નથી. જો તમે ઓછું પાણી પીતા હશો તો પણ તમારા વાળ ખરવા લાગશે. જો તમે શરીરને દિવસના આટલા ગ્લાસ પાણી પીને હાઇડ્રેટ રાખશો તો તેનાથી વાળને પણ ફાયદો થશે. યોગ્ય માત્રામાં નિયમિત પાણી પીવાનું શરૂ કરશો તો કાંસકામાં દેખાતા વાળ પણ ઓછા થવા લાગશે.
 

Hair Care: દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવાનું રાખશો તો કાંસકામાં નહીં દેખાય વાળના ગુચ્છા

Hair Care: જો તમારા વાળ પણ વધારે પ્રમાણમાં ખરી રહ્યા છે અને તમે વિવિધ પ્રકારના કોસ્મેટિક્સ, તેલ અને શેમ્પુ બદલી બદલીને થાકી ગયા છો તો તમારે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. જો અનેક પ્રયત્નો કર્યા પછી પણ ખરતા વાળની સમસ્યાથી મુક્તિ ન મળતી હોય તો લિક્વિડ ઇન્ટેક પર ધ્યાન આપો. આજની વ્યસ્ત જીવનશૈલીમાં વાળ ખરવા પાછળ અલગ અલગ કારણ જવાબદાર હોય છે. ફક્ત પોષણના અભાવને કારણે કે પ્રદૂષણને લીધે જ વાળ ખરતા નથી. જો તમે ઓછું પાણી પીતા હશો તો પણ તમારા વાળ ખરવા લાગશે. ત્વચાની જેમ વાળને પણ પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. 

બ્યુટી નિષ્ણાંતો અનુસાર જો પાણી ઓછું પીવામાં આવે તો તેના કારણે વાળ બેજાન અને રફ થઈ જાય છે અને ઝડપથી ખરવા લાગે છે. જો તમારા વાળ પાણીની ઉણપના કારણે ખરી રહ્યા છે તો તમે દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવાનું રાખશો તો ખરતા વાળની સમસ્યા દૂર થઈ જશે.

આ પણ વાંચો:

આ રીતે થાય છે વાળ ખરવાની શરુઆત

જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો તેના કારણે પણ વાળ ખરવાની શરૂઆત થાય છે. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે તો વાળમાં મોઈશ્ચર જળવાઈ રહે છે અને વાળનો ગ્રોથ સારી રીતે થાય છે. જો તમે કરી આપતો માત્રામાં પાણી નથી પીતા તો વાળ ઝડપથી તૂટવા લાગે છે. કારણ કે પાણીના અભાવના લીધે માથાની ત્વચા ડ્રાય થઈ જાય છે. જેના કારણે ખરેલા વાળની જગ્યાએ નવા વાળ પણ આવતા નથી.

પાણી પીને અટકાવો ખરતા વાળ

ખરતા વાળને અટકાવવા માટે અને ડીહાઇડ્રેશનથી બચવા માટે એક સ્વસ્થ વ્યક્તિએ રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. જો તમે કામ કરી રહ્યા હોય તો પોતાની સાથે હંમેશા પાણીની બોટલ રાખવી જોઈએ. આ સિવાય બહાર જતી વખતે પણ પાણીની બોટલ સાથે રાખવી. જેથી તમે થોડા થોડા સમયે પાણી પી શકો. 

આ પણ વાંચો:

પાણી પીવા માટે તરસ લાગે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી થોડા કલાકોના અંતરે એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ. જો તમે બહાર હોય તો તાજા ફળનો જ્યુસ કે નાળિયેર પાણી પણ પી શકો છો. જો તમે શરીરને હાઇડ્રેટ રાખશો તો તેનાથી વાળને પણ ફાયદો થશે. યોગ્ય માત્રામાં નિયમિત પાણી પીવાનું શરૂ કરશો તો કાંસકામાં દેખાતા વાળ પણ ઓછા થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news