Brown Bread: બ્રાઉન બ્રેડ શું ખરેખર હેલ્ધી વિકલ્પ છે? ખાતા પહેલા આ બાબતો ખાસ જાણી લેજો
Health Tips: આજકાલ ફિટ અને હેલ્ધી રહેવા માટે લોકો વ્હાઈટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ ખાવાનું પસંદ કરતા હોય છે. તે વ્હાઈટ બ્રેડની સરખામણીમાં થોડી મોંઘી પણ હોય છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર બ્રાઉન બ્રેડ હેલ્ધી ઓપ્શન છે કે નહીં.
આપણા દેશથી લઈને દુનિયાભરમાં બ્રેડનો ઉપયોગ કેટલીય રીતે થાય છે. કોઈ ચા સાથે, કોઈ ટોસ્ટ બનાવીને, તો કોઈ જેમ લગાવીને, કે પછી સેન્ડવિચમાં, બ્રેડ પકોડામાં કે અન્ય રીતે ખવાતો હોય છે. જો કે આજકાલ તો લોકો ફિટનેસ પ્રત્યે પણ ખુબ સજાગ થયા છે આવામાં ફિટ અને હેલ્ધી રહેવા માટે વ્હાઈટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડને વધુ ખાવાનો પસંદ કરતા હોય છે. વાત જાણે એમ છે કે વ્હાઈટ બ્રેડને મેદામાંથી બનાવવામાં આવતો હોય છે અને આથી ફિટનેસ ફ્રીક લોકો બ્રાઉન બ્રેડ વધુ ખાવાનો પસંદ કરે છે. પરંતુ અહીં એ સવાલ ઉઠે છે કે શું જે બ્રાઉન બ્રેડને આટલો હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે તે ખરેખર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એટલો જ સારો છે ખરા...જાણો વિગતો.
વ્હાઈટ બ્રેડ રિફાઈન્ડ ફ્લોર એટલે કે મેદામાંથી બને છે જ્યારે બ્રાઉન બ્રેડ ઘઉં અને અન્ય અનાજમાંથી બને છે. ન્યૂટ્રીશિયનની વાત કરીએ તો તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ખાંડ, પ્રોટીન વગેરે હોય છે. જો કે આ બધુ તેની ક્વોલિટી પર નિર્ભર કરે છે.
સ્વાસ્થ્ય માટે બ્રાઉન બ્રેડ
બ્રાઉન બ્રેડ આમ તો હેલ્ધી માનવામાં આવે છે પરંતુ અનેકવાર તેમાં પણ મેદો, કલર, ખાંડ અને અન્ય પ્રિઝર્વેટિવ હોઈ શકે છે. એટલે કે બ્રેડનો કલર જોઈને તેને બજારમાંથી ન ખરીદવો જોઈએ. પરંતુ મોટા અને જાણીતા બ્રાન્ડની બ્રાઉન બ્રેડ લેતા પહેલા પણ તેના પેકેટની પાછળ લખેલા ઈન્ગ્રીડિયન્ટ્સ વિશે જોઈ લેવું જોઈએ કે શું તમે જે બ્રાઉન બ્રેડને હોલ ગ્રેનથી બનેલી સમજો છો તેમાં ક્યાંક મેદો તો નથી ને. કારણ કે અનેકવાર આ બ્રેડ તમારા હેલ્થ માટે વ્હાઈટ બ્રેડ એટલે કે મેદાના બ્રેડ કરતા પણ વધુ હાનિકારક બની શકે છે.
બ્રાઉન બ્રેડના ફાયદા
એક સ્ટડી મુજબ હોલ ગ્રેન ખાવાથી બોડીમાં ફાઈબરની કમી પૂરી થઈ શકે છે. બીજી બાજુ ફાઈબરના કારણે તમારું પાચનતંત્ર પણ સારું રહે છે. તે તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવામાં હેલ્પ કરી શકે છે. રોજ એક થી બે હોલગ્રેન બ્રેડ ખાઈ શકાય છે. જો કે તમારે એ ઓળખવું જોઈએ કે બ્રાઉન બ્રેડ ખરેખર યોગ્ય છે કે નહીં.
બ્રાઉન બ્રેડ ડાયેટમાં કેટલો સારો
બ્રાઉન બ્રેડનું માર્કેટ હાલના દિવસોમાં ખુબ વધી ગયું છે અને ફિટનેસ ફ્રીક લોકો સફેદની જગ્યાએ બ્રાઉન બ્રેડ ખાવાનું પસંદ કરે છે. અનેકવાર લોકો તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે જો કે વ્હાઈટ બ્રેડની જગ્યાએ તમે હેલ્ધી રહેવા માટે બ્રાઉન બ્રેડ લઈ રહ્યા છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જાણો કારણ.
બ્રાઉન કલર સ્વાસ્થ્ય માટે હાનિકારક
હકીકતમાં બ્રાઉન બ્રેડમાં અનેકવાર બ્રાઉન બ્રેડના કલરને વધુ ચમકદાર અને બ્રાઉન દેખાડવા માટે આર્ટિફિશિયલ કલર પણ એડ કરવામાં આવે છે. તે કેરેમલ કલર હોય છે. જે કોલ્ડ ડ્રિંકમાં પણ યૂઝ થાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા હાનિકારક બની શકે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)