જીવનમાં લાઈફ પાર્ટનર સારો મળે તે ખુબ જરૂરી હોય છે અને કદાચ એટલે જ લગ્ન પહેલા વ્યક્તિની દરેક પ્રકારે તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગના લગ્નો છોકરાના પૈસા અને છોકરીની સુંદરતા પર થતા હોય છે. જેનું પરિણામ પણ ક્યારેક કેવું આવે છે તે કોઈનાથી છૂપાયેલું નથી. આ કારણે સતત ડિવોર્સ અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના કેસ પણ કદાચ વધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાય છે કે એક સ્ત્રી પોતાના ગુણથી કોઈ પણ ઘરને સ્વર્ગ કે નરક બનાવી શકે છે. ઊંડાણ પૂર્વક વિચારીએ તો તેમાં સાચું પણ જણાય છે. એ વાત ત્યારે વધુ પાક્કી બને છે જ્યારે ચાણક્ય નીતિમાં સ્ત્રીના એવા ગુણોનું વર્ણન મળે છે જે પુરુષોનું સૂતેલું ભાગ્ય જગાડી શકે છે. આચાર્ય ચાણક્ય દ્વારા દર્શાવવામાં આવેલા સારી પત્નીના આવા જ કેટલાક ગુણ અહીં અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. 


મનથી શાંત હોય
ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે જે સ્ત્રી મનથી શાંત હોય તે કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ કરશે નહીં. તે જગ્યા અને સમય મુજબ સમજી વિચારીને કાર્ય કરવામાં સક્ષમ હોય છે. આવી સ્ત્રી તેના પતિના જીવનને પણ સરળ બનાવી દે છે. 


ધૈર્યવાન હોય
એવું કહેવાય છે કે ઉતાવળનું કામ શેતાનનું હોય છે અને તેમાં ગડબડીની શક્યતા પણ વધુ હોય છે. પરંતુ ધૈર્યથી કામ કરનાર વ્યક્તિ ખરાબથી ખરાબ સ્થિતિમાં પણ સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળું કામ કરે છે. આવામાં ચાણક્ય ધૈર્યવાન સ્ત્રી સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. કારણ કે પુરુષના ઘર પરિવારને ચલાવવાની મહત્વની જવાબદારી તેની પત્ની પર હોય છે. 


ધાર્મિક હોય
એક ધાર્મિક સ્ત્રી તેના પતિનું ભાગ્ય પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. તે હંમેશા પરિવારને અધર્મથી બચાવે છે જેનાથી પરમાત્માની કૃપા ઘરના લોકો પર રહે છે. આથી ચાણક્ય હંમેશા ઈશ્વરમાં વિશ્વાસ અને ધર્મનું પાલન કરનારી મહિલા સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. 


બધાનું સન્માન કરે
સ્ત્રીમાં જો યોગ્ય સંસ્કાર હોય તો ક્યારેય ઘરમાં કલેશ થવા દેતી નથી. તેને ખબર હોય છે કે નાનાથી લઈને મોટાને એમ બધાને ખુશ કેવી રીતે રાખવાના હોય છે. એટલું જ નહીં તે ગુસ્સામાં પણ ક્યારેય કોઈનો અનાદર કરતી નથી. આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી પુરુષના બગડેલા સંબંધ પણ સુધરવા લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube