Snakes And Ladders Game: નાના બાળકો ઘરમાં સમય પસાર કરવા માટે અનેક પ્રકારની રમતો રમે છે. આજે તો ગેજેટ્સ અને મોબાઈલ આવી ગયા. પરંતુ જ્યારે મોબાઈલ ન હતા, ત્યારે બાળકો ઈન્ડોર ગેમ્સ રમવાનું પસંદ કરતા હતા. બાળકોને આ ગેમ્સ બહુ જ ગમતા હતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ટેકનોલોજીના સમયમાં હવે બાળકોની રમતનો પ્રકાર પણ બદલાઈ ગયો છે. પહેલા બાળકો ઈન્ડોર ગેમ્સમાં લુડો, સાપ સીડી અને ચેસ રમતા હતા. આ ગેમ્સ બાળકોમાં બહુ જ પોપ્યુલર હતી. તેનાથી મગજની એક્સરસાઈઝ પણ થતી હતી. ત્યારે બહુ જ ઓછા લોકો જાણ છે કે, ઘર ઘરમાં રમાતી સાપ સીઢીની રમતની શોધ ભારતમાં થઈ હતી. ભારતમાં કોણે અને ક્યારે આ રમતની શોધ કરી તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશીઓ તો શું, ભારતીયો પણ નથી જાણતા કે સાપ સીઢીની રમતની શોધ ભારતમાં જ થઈ હતી. એક ઉમદા વિચાર સાથે આ રમતની શોધ કરાઈ હતી. સમય બદલાતો ગયો, બહુ જ આગળ વધી ગયો. પરંતુ સાપ સીઢી રમવાનો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી. આજે પણ લોકો મોબાઈલ પર સાપ સીઢીની રમત રમતા દેખાય છે. ઓનલાઈન લુડો રમવું લોકોને પસંદ આવે છે. લુડો બોર્ડમાં બીજી તરફ સાપ સીઢી આવે છે. 


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસોમાં માવઠા માટે તૈયાર રહેજો


13 મી શતાબ્દીમાં શોધાઈ હતી સાપ સીઢી
પ્રાચીન ભારતમાં સાપ સીઢી રમતમાં મોક્ષ પટાયુ કે મોક્ષપટ નામથી આ ગેમ પ્રચલિત હતી. ઈતિહાસમાં ટાંક્યું છે કે, બીજી શતાબ્દી ઈસા પૂર્વમાં આ ગેમ રમાતી હતી. તો કોઈ કહે છે કે, આ રમતની શોધ 13 મી શતાબ્દીમાં સ્વામી જ્ઞાનદેવે કરી હતી. 


આ વિચાર સાથે રમતની શરૂઆત થઈ હતી
આ રમતની શરૂઆત કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે આગળી પેઢીને કર્મ અને કામની શિક્ષા આપવી. હકીકતમાં, આ રમતમાં સીડી દ્વારા સારા કર્મ અને સાપ દ્વારા ખરાબ કર્મોને દર્શાવવામાં આવે છે. સારા કર્મો આપણને 100 (મોક્ષ) તરફ લઈ જાય છે. જ્યારે કે, ખરાબ કર્મો તમને કીડા-મકોડાના જેમ જન્મ લઈને ધરતી પર ફરીથી લઈ આવે છે. કહેવાય છે કે, પ્રચીન રમમાં સાપની સંખ્યા વધુ રહેતી હતી. જે દર્શાવતુ હતું કે, સારપનો રસ્તો બહુ જ મુશ્કેલભર્યો હોય છે. 


અરબોનું ઈન્વેસ્ટમેન્ટ, લાખોની રોજગારી : ગુજરાતના આ સ્થળે આવી શકે છે એલન મસ્કની કંપની


બદલાઈ ગયું મોક્ષપટનું રૂપ
કહેવાય છે કે, 19 મી શતાબ્દીમાં મોક્ષપટ રમત ઈંગ્લેન્ડના અંગ્રેજો સુધી પહોંચી ગઈ હતી. વર્ષ 1943 માં જ્યારે આ ગેમ યુએસએ પહોંચી તો મિલ્ટન બ્રેડલેએ તેને નવુ સ્વરૂપ આપ્યું. આપણે આ જ સાપસીડી હવે રમીએ છીએ.