Coffee Scrub Benefits: મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા અથવા તો કોફી પી ને થતી હોય છે. ચા અને કોફી ઊંઘ ભગાડવા માટે સૌથી ઉત્તમ ડ્રિંક્સ છે. તેનું સેવન કરવાની સાથે જ સુસ્તી ઉડી જાય છે. જોકે કોફીની વાત કરીએ તો કોફી ત્વચા અને વાળ માટે લાભકારી ગુણથી ભરપૂર છે. કોફી પીવાથી સુસ્તી ઉડી જાય છે તે જ રીતે કોફીનો ઉપયોગ કરીને ત્વચા અને વાળની સમસ્યાઓને પણ દૂર ભગાડી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે તમે કોફી નો ઉપયોગ કેવી રીતે વાળ અને સ્કીન માટે કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ક્રબ


કોફી એક નેચરલ એક્સફોલીએટીંગ સ્ક્રબ છે. જેનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે સૌથી પહેલા કોફીને એક બાઉલમાં લઈ અને તેમાં થોડું નાળિયેરનું અથવા તો ઓલિવ ઓઇલ ઉમેરો. સારી રીતે મિક્સ કરીને તેને ચહેરા પર લગાડો અને મસાજ કરો. 


આ પણ વાંચો:


ટ્રાય કરો આ 4 માંથી કોઈપણ એક નુસખો, ખરતા વાળની સમસ્યા ટ્રીટમેન્ટ વિના થશે દુર


સુવાની રીત બદલી દુર કરી શકો છો સ્વાસ્થ્ય સમસ્યાઓ, જાણો કઈ તકલીફમાં કેવી રીતે સુવું?


ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે દુર


આંખ માટે બેસ્ટ


ઘણા લોકો એવા હોય છે જેને આંખ નીચે ડાર્ક સર્કલ વધી ગયા હોય છે. તેને દૂર કરવામાં પણ કોફી મદદ કરી શકે છે. તેના માટે ઠંડા પાણીમાં કોફી ડાઈલ્યુટ કરી તેમાં રૂ બોળી અને આંખની નીચે લગાવો. દસ મિનિટ પછી સાદા પાણીથી આંખ ધોઈ લો.


વાળ માટે બેસ્ટ


તમે વાળ ધોવા માટે નોર્મલ શેમ્પૂનો જ ઉપયોગ કરતા હશો પરંતુ રેગ્યુલર શેમ્પુમાં જો તમે કોફી મિક્સ કરીને તેનાથી વાળ સાફ કરો છો તો સ્કેલ્પ બરાબર સાફ થઈ જાય છે અને ડેડ સ્કીન પણ દૂર થઈ જાય છે.


ફેસ માસ્ક


ચહેરાની ડેડ સ્કીનને દૂર કરવા માટે કોફીનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે. ચહેરા પર લગાડવા માટે તમે કોફીમાં દહીં અથવા મધ ઉમેરી શકો છો. આ બંને વસ્તુને બરાબર મિક્સ કરીને 15 મિનિટ માટે ચહેરા પર લગાડો અને પછી ચહેરો સાફ કરો. આ ફેસપેકથી ચહેરાનું ટેક્સચર સુધરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)