ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે શરીરથી દુર

Millets Benefits: જો તમે ચોમાસામાં સ્વાસ્થ્યને લઈને જાગૃત થશો નહીં તો તેના કારણે શરીરમાં બીમારીઓ આતંક મચાવી દેશે. ચોમાસા દરમિયાન દૈનિક આહારમાં ફેરફાર પણ જરૂરી હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચોમાસા દરમિયાન જો તમે ડાયટમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, ચણા જેવા અનાજનો સમાવેશ કરો છો તો આ સીઝનમાં બીમારીઓ તમારી આસપાસ પણ ફરકશે નહીં.

ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે શરીરથી દુર

Millets Benefits: આજના સમયમાં ઘણા લોકો તેમની વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી વર્કઆઉટ તો કરે છે. પરંતુ દિવસ દરમિયાન જંક ફુડ ખાવાની આદત છોડી શકતા નથી. જંક ફુડના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. ખાસ કરીને જો તમે ચોમાસામાં સ્વાસ્થ્યને લઈને જાગૃત થશો નહીં તો તેના કારણે શરીરમાં બીમારીઓ આતંક મચાવી દેશે. ચોમાસા દરમિયાન દૈનિક આહારમાં ફેરફાર પણ જરૂરી હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચોમાસા દરમિયાન જો તમે ડાયટમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, ચણા જેવા અનાજનો સમાવેશ કરો છો તો આ સીઝનમાં બીમારીઓ તમારી આસપાસ પણ ફરકશે નહીં.

બાજરી, જુવાર, રાગી જેવા અનાજમાં આયરન, ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વો હોય છે. ખાસ કરીને આ અનાજમાં ફાઈબરની માત્રા સૌથી વધુ હોય છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને શરીરને રોગમુક્ત રાખે છે.

આ પણ વાંચો:

ચોમાસામાં આ અનાજ ખાવાથી થતા લાભ

વરસાદની ઋતુમાં બાજરી, જુવાર સહિતના અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઋતુમાં વાયરલ ઈન્ફેક્શનનું  જોખમ સૌથી વધારે હોય છે. જેના કારણે લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યા થઈ શકે છે. આ સિઝનમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. વળી વરસાદી વાતાવરણમાં લોકોને મસાલેદાર ખોરાક ખાવાની ઈચ્છા પણ વધારે થાય છે. પરંતુ આવો આહાર બીમારીઓને આમંત્રણ આપે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ ઋતુમાં બાજરી, જુવાર સહિતના અનાજમાંથી બનેલો ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે. કારણ કે તેનું પાચન સરળતાથી થાય છે. તમે દૈનિક આહારમાં જુવાર, બાજરી, રાગીની રોટલી કે રોટલા બનાવીને લઈ શકો છો. ચોમાસામાં આ વસ્તુઓ ખાવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news