White Hair: સફેદ વાળની સમસ્યા ખૂબ જ સામાન્ય થતી જાય છે. પહેલાના સમયમાં ઉંમર વધે ત્યારે લોકોના વાળ સફેદ થતા હતા. પરંતુ હવે સફેદ વાળની સમસ્યા નાની ઉંમરમાં જ જોવા મળે છે. અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખરાબ આહાર શૈલીના કારણે 25, 26 વર્ષની ઉંમરે પણ લોકોના માથામાં સફેદ વાળ થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Glowing Skin: ઉનાળામાં ચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ ઉપાય


નાની ઉંમરથી જ જ્યારે વાળ સફેદ થઈ જાય તો લોકો તેને છુપાવવા માટે હેરડાઈ, કલર કે મહેંદીનો ઉપયોગ શરૂ કરી દે છે. પરંતુ આવી વસ્તુઓમાં રહેલા કેમિકલ વાળને વધારે નુકસાન પહોંચાડે છે જેના કારણે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. તેથી જે લોકોને 25, 26 વર્ષની ઉંમરમાં વાળ સફેદ થતા હોય તેમણે નેચરલ પદ્ધતિથી વાળને કાળા કરવા જોઈએ. 


વાળને કાળા કરવા માટે કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી વાળને નુકસાન પણ થતું નથી અને વાળ મજબૂત બને છે. તો ચાલો તમને જણાવીએ બે એવી વસ્તુ વિશે જેને સરસવના તેલમાં મિક્સ કરીને વાળમાં લગાડશો તો વાળ મૂળમાંથી કાળા થવા લાગશે. 


આ પણ વાંચો: Weight loss: બસ 21 દિવસ ફોલો કરો આ રુટીન, ઝડપથી થઈ જશો Fat માંથી Fit


વાળને કાળા કરવા માટે સરસવનું તેલ મેથી અને લસણની જરૂર પડશે. સૌથી પહેલા આ ખાસ તેલ બનાવવા માટે એક ચમચી મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળી દો. બીજા દિવસે તે મેથીની પેસ્ટ બનાવો. હવે એક વાસણમાં સરસવના તેલને ગરમ કરવા મુકો અને તેમાં લસણને વાટીને ઉમેરો અને મેથીની પેસ્ટ પણ ઉમેરો. બધી વસ્તુઓને સારી રીતે ગરમ કરો. જ્યારે તેલનો રંગ બદલી જાય તો ગેસ બંધ કરી તેને ઠંડુ કરી લો. તેલ ઠંડુ થાય પછી સુતરાઉ કપડાની મદદથી તેને ગાળી લો. 


આ પણ વાંચો: મરચાં સમારતા પહેલા હાથ પર લગાડી લો આ વસ્તુ, કિલો મરચાં કાપશો તો પણ હાથ નહીં બળે


હવે આ તેલને વાળમાં સારી રીતે લગાડો. આખી રાત આ તેલને વાળમાં રહેવા દો અને સવારે શેમ્પુ કરો. આ તેલનો ઉપયોગ નિયમિત રીતે કરશો એટલે થોડા જ દિવસોમાં વાળ કાળા થવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)