Jeera water: આપણા રસોડામાં રોજ જે મસાલાનો ઉપયોગ થાય છે તેમાંથી કેટલાક મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આ મસાલામાં પોષક તત્વો હોય છે જેના કારણે આ મસાલાનો ઉપયોગ આયુર્વેદ, યૂનાની અને અન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં દવા તરીકે પણ કરવામાં આવે છે. જોકે ઘણા બધા લોકો એવા હોય છે જે આવી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જાણતા નથી. આવો જ ચમત્કારી મસાલો છે જીરું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જીરું દાળ અને શાકમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. પરંતુ આ જીરું ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં કામ પણ આવે છે. ખાસ તો જે લોકોની પેટની ચરબી વધારે હોય તેમના માટે જીરું અકસીર ઈલાજ છે. આજે તમને વજન ઘટાડવા માટે જીરાનું સેવન કેવી રીતે કરવું અને તેનાથી કેટલી ઝડપથી ફાયદો થશે તે જણાવીએ. 


આ પણ વાંચો:1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો


બેલીફેટના કારણે થતી બીમારીઓ 


સ્થૂળતા આજના સમયની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે. દુનિયાભરના કરોડો લોકો આ સમસ્યાથી પરેશાન છે. વજન વધવાના કારણ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ એક વખત વજન વધી જાય તો તેના કારણે ગંભીર બીમારીનું જોખમ પણ વધી જાય છે. વજન વધી જાય તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ વગેરેનું જોખમ અનેક ઘણું વધી જાય છે. તેથી જો વજન વધવાની શરૂઆત થઈ હોય અને પેટ અને કમરની ચરબી બહાર દેખાવા લાગી હોય તો તેને ઘટાડવાનો પ્રયત્ન તુરંત શરૂ કરી દેવા જોઈએ. 


આ પણ વાંચો: ફોરેન ટ્રીપ છોડો કપલ્સ માટે બેસ્ટ છે ગુજરાતના 5 હનિમૂન પ્લેસ, ઓછો ખર્ચ અને મજા વધારે


કેવી રીતે કરવો જીરાનો ઉપયોગ ? 


વજન ઘટાડવું હોય તો તેના માટે જીરાનું પાણી સૌથી અસરદાર અને સરળ રસ્તો છે. વજન ઘટાડવા માટે જીરાનું પાણી નિયમિત પીવું જોઈએ. તેના માટે એક ગ્લાસ પાણીને ઉકાળી તેમાં એક ચમચી જીરાના બીજ ઉમેરી દેવા. જીરું ઉમેર્યા પછી પાણીને દસ મિનિટ ઉકાળો અને પછી ગેસ બંધ કરી ગાળી લો. ત્યારબાદ આ પાણીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી ચાની જેમ ધીરે ધીરે પી જવું. 


જીરાનું પાણી પીવાના ફાયદા 


આ પણ વાંચો: Hair Fall: આ તેલનો ઉપયોગ કરશો તો એક પણ વાળ નહીં ખરે, એક મહિનામાં દેખાવા લાગશે ગ્રોથ


- જીરાના પાણીમાં ડાયેટરી ફાઇબર વધારે માત્રામાં હોય છે. જેના કારણે વજન ઝડપથી ઉતરે છે. તેનાથી શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે અને ચરબી ઝડપથી ઉતરે છે. 


- જીરાનું પાણી પીવાથી ડાયજેશન પણ સુધરે છે. કોઈપણ વાતાવરણમાં તમે જીરાનું સેવન કરી શકો છો તેનાથી પેટ ઠીક રહે છે અને અપચાની સમસ્યા થતી નથી. 


આ પણ વાંચો: White hair: વાળને મૂળમાંથી કુદરતી રીતે કાળા કરવા વાપરો તલમાંથી બનાવેલું આ હેર માસ્ક


- જીરાનું પાણી પીવાથી અન્ય એક ફાયદો એ પણ થાય છે કે શરીરના સોજા ઉતરવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)