Hair Fall Solution: આ તેલનો ઉપયોગ કરશો તો એક પણ વાળ નહીં ખરે, એક મહિનામાં દેખાવા લાગશે ગ્રોથ

Hair Fall Solution: જો વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ હોય તો તેને અટકાવવા માટે તમે કેટલા ઘરેલુ નુસખા ફોલો કરી શકો છો. જેમાં આજે તમને ત્રણ એવા તેલ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરશો તો વાળ ખરતા અટકી જશે અને વાળનો ગ્રોથ પણ ઝડપી થશે. 

Hair Fall Solution: આ તેલનો ઉપયોગ કરશો તો એક પણ વાળ નહીં ખરે, એક મહિનામાં દેખાવા લાગશે ગ્રોથ

Hair Fall Solution: આજના સમયમાં દર પાંચમાંથી એક વ્યક્તિને ખરતા વાળની સમસ્યા હશે. સ્ત્રી હોય કે પુરુષ બંને ખરતા વાળને લઈને ચિંતામાં રહે છે. વાળ ખરવાનું મુખ્ય કારણ પોષણનો અભાવ, ખરાબ લાઈફસ્ટાઈલ અને પ્રદૂષણ હોઈ શકે છે. જો વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ હોય તો તેને અટકાવવા માટે તમે કેટલા ઘરેલુ નુસખા ફોલો કરી શકો છો. જેમાં આજે તમને ત્રણ એવા તેલ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરશો તો વાળ ખરતા અટકી જશે અને વાળનો ગ્રોથ પણ ઝડપી થશે. 

ખરતા વાળ માટે બેસ્ટ છે આ 3 તેલ

નાળિયેર તેલ 

નાળિયેર તેલ ખરતા વાળને અટકાવે છે અને વાળમાં મોઈશ્ચર વધારે છે જેના કારણે વાળ ડ્રાય દેખાતા નથી. ખરતા વાળની સમસ્યા હોય તેમણે નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. નાળિયેર તેલ એન્ટી માઇક્રોબિયલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે જે સ્કેલ્પને પણ હેલ્ધી બનાવે છે. નાળિયેર તેલનો ઉપયોગ કરવો હોય તો પહેલા તેને થોડું ગરમ કરી લો અને પછી માથામાં તેનાથી માલિશ કરો. તેને આખી રાત વાળમાં રહેવા દો. બીજા દિવસે સવારે શેમ્પુ કરી કન્ડિશનર કરો. 

ઓલિવ ઓઈલ 

ઓલિવ ઓઈલ બેજાન વાળ માટે બેસ્ટ છે. તે એક નેચરલ કન્ડિશનર જેવું કામ કરે છે. ઓલિવ ઓઇલથી ફ્રીઝી થયેલા વાળ મુલાયમ થઈ શકે છે. ઓલિવ ઓઈલમાં ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળને મૂળથી મજબૂત અને સોફ્ટ બનાવે છે. ઓલિવ ઓઇલથી સ્કેલ્પને પોષણ મળે છે. જેના કારણે વાળનો ગ્રોથ વધે છે. ઓલિવ ઓઈલ વાળ માટે સારા મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. જો તમારે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવો છે તો તમે તેને અન્ય તેલમાં મિક્સ કરીને પણ લગાડી શકો છો અથવા તો ડાયરેક્ટ આ તેલને પણ વાળમાં લગાડી શકો છો. 

સરસવનું તેલ 

મોટાભાગના લોકો સરસવના તેલનો ઉપયોગ ભોજન બનાવવા માટે કરે છે. પરંતુ આ તેલ સ્વાસ્થ્ય ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. દાદી-નાનીના સમયથી આ તેલનો ઉપયોગ વાળ પર કરવામાં આવે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. ઓલિવ ઓઈલ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને વાળની મોટાભાગની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવો હોય તો પહેલા તેને થોડું ગરમ કરો. ત્યાર પછી તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી બરાબર ગરમ કરી લો. ત્યાર પછી તેલને ઠંડુ કરી લો. તેલ ઠંડુ થઈ જાય પછી તેનાથી વાળના મૂળમાં માલિશ કરો. આ તેલને એક કલાક વાળમાં રાખો અને પછી શેમ્પુ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news