Romantic Getaways: ફોરેન ટ્રીપ છોડો કપલ્સ માટે બેસ્ટ છે ગુજરાતના આ 5 હનિમૂન પ્લેસ, ઓછા ખર્ચમાં મજા પડી જશે

Romantic Getaways in Gujarat: ગુજરાતીઓમાં ફોરેન ટ્રીપનું કલ્ચર વધતું જાય છે. લોકો રજાઓ પડે તુરંત જ વિદેશ જવાનું પ્લાનિંગ કરી લેતા હોય છે.  ગુજરાતમાં જોવાલાયક ઐતિહાસિક સ્થળોની સાથે સાથે કેટલાક સુંદર બીચ પણ છે જે રોમેન્ટિક રજાઓ ગાળવા માટે યોગ્ય છે. જ્યારે રોમાંસની વાત આવે છે, ત્યારે કપલ્સ સૌથી પહેલા શ્રેષ્ઠ જગ્યા શોધવાનું શરૂ કરે છે. આ એટલા માટે છે કારણ કે તે ખાસ સ્થળોએ તેમને તેમના પાર્ટનર સાથે એકલા સમય પસાર કરવાનો મોકો મળે છે.

હનીમૂન

1/6
image

ત્યારે કેટલાક કપલ્સ ફોરેન ટ્રીપ પર જવા માંગે છે તો કેટલાક ભારતમાં જ તેમના હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો તમે ભારતમાં હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ગુજરાત તમારા માટે સારું સ્થળ સાબિત થઈ શકે છે. તમે આરામદાયક રિસોર્ટમાં બુક કરી શકો છો અને આ રોમેન્ટિક ડેસ્ટિનેશન એક્સપ્લોર કરી શકો છો.

સાપુતારા

2/6
image

આ પણ ગુજરાતનું એક હિલ સ્ટેશન છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે. તમને અહીં ત્રણેય વસ્તુઓ જોવા મળશે - રણ, સમુદ્ર અને પર્વત. તમે અહીં સાપુતારા નેશનલ હાઈવે દ્વારા રોડ માર્ગે જઈ શકો છો.  

દીવ

3/6
image

દીવનો વાદળી દરિયો કપલ્સ માટે ફરવા લેવા માટે શ્રેષ્ઠ છે. તમારી પાસે અહીં મુલાકાત લેવા માટે 6 બીચના ઓપ્શન છે. તમારે તમારા જીવનસાથી સાથે એવી જગ્યા પસંદ કરવી જોઈએ, જ્યાં તમને તેની સાથે શાંતિથી બેસવાની તક મળે. આ 6 બીચમાં જમ્પોર બીચ, ગોમતી વાલા બીચ, દેવકા બીચ, વનકાભારા બીચ, ચક્રતીર્થ બીચ અને નાગવા બીચનો સમાવેશ થાય છે.  

શિવરાજપુર બીચ

4/6
image

શિવરાજપુર બીચ દ્વારકા શહેરથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. આ બીચ ખૂબ જ સુંદર છે અને અહીં ભીડ દ્વારકા મંદિરમાં જોવા મળે છે તેના કરતા ઘણી ઓછી છે. અહીં તમે સૂર્યાસ્તનો આનંદ માણી શકો છો.

કચ્છનું રણ

5/6
image

ગુજરાતના સૌથી સુંદર સ્થળોમાંનું એક કચ્છનું રણ છે. શિયાળામાં અહીં રણ ઉત્સવ જોવાની મજા આવે છે. તમારા જીવનસાથી સાથે સફેદ ચાંદનીમાં તંબુમાં રહેવું આનંદદાયક સાબિત થઈ શકે છે.

ભુજ

6/6
image

જો તમને ઐતિહાસિક સ્થળો જોવાનું પસંદ હોય તો તમે અહીં જઈ શકો છો. અહીં, ઊંટની સવારી, જૂના બજારમાં લટાર, રણની સફર, ગુજરાતના રંગો સાથે અને ભીડથી દૂર સમય પસાર કરવા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે.