Weight Loss Tips: આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન જોવા મળે છે. કેટલાક નાની ઉંમરના બાળકો પણ સ્થૂળતાનો શિકાર થઈ જાય છે. જોકે નાની ઉંમરમાં વધતું વજન લોકોની બેદરકારીનું પરિણામ હોય છે. વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાવું, અનિયમિત સમયે ભોજન કરવું, પૂરતી ઊંઘ ન કરવી અને શારીરિક શ્રમના અભાવના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધી આદતોનો લીધે શરીરમાં ચરબી વધે છે. જો તમે આ બધી બાબતો પર ધ્યાન ન આપો તો શિયાળા દરમિયાન વજન ખૂબ જ ઝડપથી વધી જાય છે. આ સ્થિતિમાં જો તમારે શિયાળામાં વજનને વધવા દેવું ના હોય અને ઓછું કરવું હોય તો આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરીને તમે વધેલી ચરબીને અલવિદા કહી શકો છો.


આ પણ વાંચો: સફેદ વાળને નેચરલી મૂળમાંથી કાળા કરવા શક્ય છે.. શિયાળામાં મળતી આ વસ્તુનો રસ કરશે જાદુ


મેથી


શિયાળામાં ઘણી વખત લોકોની ફરિયાદ હોય છે કે વજન વધી જાય છે. વજન વધે એટલે સૌથી પહેલા પેટ બહાર આવી જાય છે. જે લોકોને દિનચર્યા બેઠાડું હોય છે તેમને પેટ અને કમરના ભાગે ઝડપથી ચરબી વધે છે. આવા લોકોએ ચરબી ઓછી કરવા માટે મેથીનું સેવન કરવું જોઈએ મેથી ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને ચરબી ઝડપથી બળે છે.


જામફળ


જાણીને નવાઈ લાગશે પરંતુ જામફળ ખાવાથી પણ વજન ઘટે છે. જામફળનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી અને પાચન બરાબર રહે છે. જામફળ ખાવાથી પેટ નિયમિત સાફ આવે છે જેના કારણે વજન પણ કંટ્રોલમાં રહે છે.


આ પણ વાંચો: Belly Fat: રોજ ઘરે જ કરી લો આ 5 કસરત, જીમમાં ગયા વિના ઉતરી શરીર પર જામેલા ચરબીના થર


શક્કરીયા


શિયાળામાં શક્કરિયા ખૂબ જ ડિમાન્ડમાં હોય છે. શક્કરીયા સ્વાદિષ્ટ પણ હોય છે અને તેને ખાવાથી કલાકો સુધી ભૂખ લાગતી નથી પરિણામે તમારું વજન ઝડપથી ઘટે છે.


અખરોટ


અખરોટ શરીર માટે સૌથી સારું છે. ખાસ કરીને વજન ઘટાડવામાં તે મદદ કરે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે હાર્ટની હેલ્થ પણ સારી રાખે છે અને વજન વધવાની સમસ્યા પણ થતી નથી.


આ પણ વાંચો: બીચ લવર્સ માટે બેસ્ટ છે આ જગ્યા, બીચ વેકેશન માણવું હોય તો ગોવાને બદલે અહીં જજો એકવાર


આદુ


જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો નિયમિત આદુવાળું પાણી પીવાનું શરૂ કરો. આદુ ભૂખને કંટ્રોલ કરે છે અને પાચન શક્તિ વધારે છે જેના કારણે તમારું વજન પણ ઝડપથી ઓછું થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)