Belly Fat: રોજ ઘરે જ કરી લો આ 5 કસરત, જીમમાં ગયા વિના ઉતરી શરીર પર જામેલા ચરબીના થર
Belly Fat: બેઠેલું જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને પેટ અને કમરના ભાગે ઝડપથી ચરબી વધવા લાગે છે. બેલીફેટને ઘટાડવા માટે લોકો જીમમાં જઈને કલાકો સુધી પરસેવો વહાવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે જીમમાં જવાનો સમય નથી હોતો. આવા લોકો ઘરે જ કેટલીક સરળ એકસરસાઈઝ કરીને બેલીફેટથી છુટકારો મેળવી શકે છે. આજે તમને 5 એવી એક્સરસાઇઝ વિશે જણાવીએ જે તમારા બેલીફેટને ટાર્ગેટ કરે છે અને ઝડપથી રિઝલ્ટ આપે છે.
ઉત્કટાસન
બેલીફેટ ઘટાડવા માટે આ એક સારી એક્સરસાઇઝ છે. તેને ચેર પોઝ પણ કહેવામાં આવે છે. તેનાથી પગના સ્નાયુ પણ મજબૂત થાય છે અને બોડી બેલેન્સ પણ વધે છે. આ એક્સરસાઈઝ કરવાથી બેલીફેટ અને સાથળ આસપાસની ચરબી ઓછી થાય છે.
ધનુરાસન
બેલીફેટને ઝડપથી દૂર કરવા માટે ધનુરાસન કરવું જોઈએ. તેને કરવા માટે જમીન પર ઊંધા સુઈ જવું અને પછી તસવીરમાં દેખાડ્યા અનુસાર પગને હાથ વડે પકડીને સ્થિર થવું.
ત્રિકોણાસન
બેલીફેટ ઘટાડવા માટે આ આસન પણ ખૂબ જ સારું છે. તેને કરવા માટે બે પગ ને એકબીજાથી દૂર રાખીને ડાબા હાથથી જમણા પગને અને પછી જમણા હાથથી ડાબા પગને વારાફરતી સ્પર્શ કરવો.
ભુજંગાસન
ભુજંગાસનને કોબરા પોઝ પણ કહેવાય છે તેમાં જમીન પર ઉંધા સુઈને માથાને પાછળની તરફ ઊંચું કરવાનું હોય છે. આ એક્સરસાઇઝ કરવાથી બેલીફેટ ઝડપથી ઉતરે છે.
કુંભકાસન
આ આસનને પ્લેંક પોઝ પણ કહે છે. તેનાથી વજન ઝડપથી ઓછું થાય છે અને બેલીફેટ ઓછું કરવા માટે તો આ બેસ્ટ છે. તેના માટે જમીન પર ઊંધા સૂઈને પછી હાથ અને પગના જોર પર શરીરને ઓછું રાખવાનું હોય છે.
Trending Photos