White Hair: સફેદ વાળને નેચરલી મૂળમાંથી કાળા કરવા શક્ય છે... શિયાળામાં મળતી આ વસ્તુનો રસ કરશે જાદુ

Amla For White Hair: નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય તો લોકો વાળમાં કલર કરવા લાગે છે. તમને એવું લાગે છે કે એકવાર વાળ સફેદ થવા લાગે તો તેને નેચરલી કાળા કરી શકાતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સફેદ થતા વાળને તમે નેચરલી મૂળથી કાળા કરી શકો છો. તેના માટે કેમિકલયુક્ત કલર કે ડાય કરવી જરૂરી નથી. 

White Hair: સફેદ વાળને નેચરલી મૂળમાંથી કાળા કરવા શક્ય છે... શિયાળામાં મળતી આ વસ્તુનો રસ કરશે જાદુ

Amla For White Hair: આજના સમયમાં નાની ઉંમરમાં માથામાં સફેદ વાળ થવા તે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જે રીતે ઝડપથી વાળ સફેદ થાય છે તે રીતે લોકો કલર પણ નાની ઉંમરથી જ કરવા લાગે છે. પરંતુ નાની ઉંમરમાં જ ડાઇ કે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન થવા લાગે છે. જોકે વાળમાં કલર લોકો એટલા માટે કરતા હોય છે કે તમને એવું લાગે છે કે એકવાર વાળ સફેદ થવા લાગે તો તેને નેચરલી કાળા કરી શકાતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સફેદ થતા વાળને તમે નેચરલી મૂળથી કાળા કરી શકો છો. તેના માટે કેમિકલયુક્ત કલર કે ડાય કરવી જરૂરી નથી.  

કુદરતી રીતે વાળને કાળા કરવા હોય તો તમે શિયાળામાં ભરપુર પ્રમાણમાં મળતા આમળાનો ઉપયોગ કરી શકાય છે. આમળાનો ઉપયોગ કરવાથી વાળ કાળા તો થશે જ સાથે જ મજબૂત પણ થશે. તો ચાલો તમને પણ જણાવીએ કુદરતી રીતે વાળને કેવી રીતે કાળા કરવા.

વાળને કાળા કરવા આમળાનો આ રીતે કરો ઉપયોગ

વાળને કાળા કરવા માટે આમળાનો તમે નેચરલ ડાય તરીકે ઉપયોગ કરી શકો છો. તેના માટે 100 ગ્રામ આમળા લેવા. આમળાને સમારી તેના બી અલગથી કાઢો અને પછી આમળાના ટુકડામાં એક કપ પાણી ઉમેરીને તેને લોઢાની કઢાઈમાં ગરમ કરવા મુકો. પાણી બળી જાય અને આમળા ગળી જાય પછી ગેસને બંધ કરી દો. આમળાને તમે અડધી કલાક ઠંડા થવા દેશો એટલે તે કાળા થવા લાગશે. હવે આ આમળાને આખી રાત લોઢાની કઢાઈમાં જ રાખી મૂકો. બીજા દિવસે આ આમળાને મિક્સરમાં પીસી અને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વાળમાં લગાડો અને બે કલાક સુધી રાખો. ત્યાર પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. તમારી શેમ્પુ કરવું હોય તો બીજા દિવસે શેમ્પુ કરો. 

તમે નિયમિત રીતે આમળાનો ઉપયોગ વાળમાં આ રીતે કરશો તો તમારા સફેદ વાળ ધીરે ધીરે મૂળમાંથી કાળા થવા લાગશે. જોકે આમળાની પેસ્ટ માથામાં લગાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાળ તેલવાળા ન હોય. શેમ્પુ કરેલા વાળમાં જ આમળાની પેસ્ટ લગાડવી અને આમળાની પેસ્ટ લગાડ્યા પછી તુરંત શેમ્પુ ન કરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news